અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ૧૪ વર્ષ જુના બ્રિજોની ફેર ચકાસણી કરવામાં આવશે

File
રિવરબ્રિજના લોડ ટેસ્ટ કરવામાં આવશે ઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયના આણંદ નજીક ગંભીરા પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ સજાગ થઈ ગયા છે તથા શહેરના તમામ બ્રીજોને ચકાસણી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સૌ પ્રથમ ૧પ વર્ષ જુના બ્રીજોને તપાસ થશે તેમજ સાબરમતી નદી પરના કેટલાક બ્રીજના ફરીથી લોડ ટેસ્ટ પણ કરવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા ફલાય ઓવર, રેલવે અને રિવરબ્રીજની મજબુતાઈ અંગે દર વર્ષે તપાસ કરવામાં આવે છે પરંતુ કોઈ જગ્યાએ ખામી ન રહી જાય તે માટે ફરી એક વખત ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સૌ પ્રથમ ર૦૧૦ સુધીમાં બનાવવામાં આવેલ ૩૦ બ્રીજની પૂર્ણ તપાસ કરવામાં આવશે
ઉપરાંત સાબરમતી નદી પરના સરદાર, ગાંધી અને નહેરુબ્રીજના લોડ ટેસ્ટીંગ પણ કરવામાં આવશે જેના માટે ત્રણ દિવસ સુધી વાહન વ્યવહારમાં તકલીફ થઈ શકે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વિઝયુઅલ ચેકિંગ અને ત્યારબાદ સ્ટ્રકચર સ્ટેબીલીટીની પણ તપાસ કરવામાં આવશે.
સામાન્ય રીતે દર વર્ષે તમામ બ્રીજના મેઈન્ટેનસ કરવામાં આવે છે તથા તેના રીપોર્ટ પણ સબમીટ થતાં હોય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી તપાસના આધારે હાલ જીવરાજ અને ગાંધી બ્રીજના રીપેરીંગ કામ ચાલી રહયા છે જયારે ચીમનભાઈ પટેલ બ્રીજ અંગે ફરિયાદ આવતા તેના કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
બીઆરટીએસના પાસ માટે સીનીયર સીટીઝન્સને થઈ રહેલા હાલાકી દુર કરવા નવા ૪ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત મેટ્રો નીચેના ભાગમાં જે વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે તેના ટ્રીમીંગ કરવામાં આવશે. શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલ ઈન્સ્ટ્રંન ટ્રંક લાઈનનું કામ બે-ત્રણ દિવસમાં પુરૂ થઈ જશે
આ લાઈનનું કામ પૂર્ણ થયા બાદ પૂર્વ ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની તેમજ ડ્રેનેજ બેકીગની સમસ્યા પણ દુર થઈ જશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.