સમયસર ઓક્સિજન ના આપવામાં આવતા સિદ્ધપુર સિવિલમાં બાળકનું મોત થયું

સિદ્ધપુર સિવિલમાં તબીબની બેદરકારીએ માસુમનો ભોગ લીધો- સિવિલ હોસ્પિટલમાં હોવાનો પરિવારજનોએ આક્ષેપ
પાટણ, સિદ્ધપુર શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીએ માસુમ બાળકનો ભોગ લીધો. માસુમ બાળકની તબિયત લથડી અને બાળકને શરીરમાં ઓક્સિજનની કમી હતી ત્યારે સિવિલ હોસ્પિટલમાં બાળકને સમયસર ઓક્સિજન ના આપવામાં આવતા બાળકનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
જોકે સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર ના મળી હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે ત્યારે આ બાબતની ગંભીરતાને લઈને હોસ્પિટલ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરની અહીં સિદ્ધપુરમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો ૧૫ વર્ષીય મહિમ્ન તેજસભાઈ ઠાકર છેલ્લા ત્રણથી ચાર વર્ષથી સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં સારવાર લઈ રહ્યો હતો.
જેને સોમવાર રાત્રે તબિયત લથડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જયારે બાળકને હેસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ફરજ પર તબીબની હાજર નહોતા ત્યારે બાળકને સ્ટાફ દ્વારા સીપીઆર આપી સારવાર શરૂ કરાઈ જયારે બાળકને ઓક્સિજન આપવાની જરૂર હતી ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન ના હોવાથી પરિવારજનો દ્વારા રજુવાત કરતા મામલો ઉગ્ર બનતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવી અને સારવાર કરવાને બદલે સ્ટાફ દ્વારા મોબાઈલમાં વિડીયો બનાવવા લાગ્યા હતા.
જોકે આ માસુમ બાળકને સમયસર કોઈ સારવારના મળતા તેનું મોત થયું હોવાના પરિવાર જનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે મહિમ્નને રાત્રે નિદ્રામાં હતો ત્યારે તબિયત અચાનક બગડી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ત્યાં રાત્રિ ફરજ પર એકપણ ડોક્ટર હાજર ન હોવાથી બાળકને ઓક્સિજન કે કોઈપણ પ્રકારની સારવાર આપવામાં આવી નહોતી.અને હોસ્પિટલના તબીબોની બેદરકારીએ એક માસુમ બાળકનો ભોગ લીધો છે ત્યારે હવે તંત્ર દ્વારા આ બાબતે શું પગલાં લેવામાં આવે છે તે તો હવે જોવાનું રહ્યું.
સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં અદ્યત્તન બનાવવામાં આવી છે અગાઉ હોસ્પટલમાં તમામ પ્રકારની સારવાર માટે એમઆરઆઈ સહિતના મશીનો ઉપલબ્ધ હતા. પરંતુ સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલ રાજકીય કિન્નાખોરીનો ભાગ બની અને અહીંથી તમામ પ્રકારના મશીનો ઉઠાવી લેવામાં આવ્યા છે તેમજ સુવિધાઓના અભાવે આ હોસ્પિટલ અધોગતિ તરફ જઈ રહી છે.
અને હાલમાં આ સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને અનેક વાર રજુવાતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી સિદ્ધપુર તાલુકાના દર્દીઓને અન્ય પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે.