Western Times News

Gujarati News

ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટી૨૦ સિરીઝ જીતી

માન્ચેસ્ટર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત નોંધાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાયેલી ચોથી ટી૨૦આઈ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ ટીમને ૬ વિકેટથી હરાવીને ૫ મેચની શ્રેણીમાં ૩-૧ની અજેય લીડ મેળવી હતી.

પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને માત્ર ૧૨૬ રન જ બનાવી શકી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૧૭ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. કૌર અને કંપની હાલ શાનદાર ફોર્મમાં છે.

શ્રેણીની શરૂઆતની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૯૭ રનથી જ્યારે બીજી મેચમાં બ્રિસ્ટલમાં ૨૪ રનથી જીત મેળવી હતી. પરંતુ ત્રીજી ટી૨૦માં ભારતે ૫ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

સિરીઝની છેલ્લી મેચ શનિવારે બ‹મગહામમાં રમાશે.ભારતે છેલ્લે ૨૦૦૬માં ડર્બીમાં રમાયેલી એકમાત્ર ટી૨૦આઈ મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારથી, ‘વિમેન્સ ઇન બ્લુ’ ઇંગ્લેન્ડ સામેની દરેક મહિલા ટી૨૦આઈ શ્રેણીમાં નિષ્ફળ રહી હતી. ચોથી ટી૨૦ મેચમાં ભારતની જીતમાં સ્પિન બોલરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રાધા યાદવ (૧૫/૨), ૨૦ વર્ષીય શ્રી ચારણી (૩૦/૨) અને દીપ્તિ શર્મા (૨૯/૧)એ સંયુક્ત રીતે પાંચ વિકેટ લીધી હતી, જેના કારણે યજમાન ટીમ ૭ વિકેટે ૧૨૬ રનના સામાન્ય સ્કોર પર રોકાઈ ગઈ હતી. ત્યારબાદ ઓપનર શેફાલી વર્મા (૩૨) અને સ્મૃતિ મંધાના (૩૧)એ ૫૬ રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.