જોલી એલએલબી થ્રી અને કાંતારા બોક્સ ઓફિસ પર ટકરાશે

મુંબઈ, અક્ષય કુમાર તથા અર્શદ વારસીની ફિલ્મ ‘જોલી એલએલબી થ્રી’ ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ની પ્રીકવલ ‘કાંતારા ચેપ્ટર વન’ સાથે બીજી ઓક્ટોબરે બોક્સ ઓફિસ પર ટકરાસ તેવી શક્યતા સર્જાઈ છે.
‘જોલી એલએલબી મૂળ શિડયૂલ પ્રમાણે તા. ૧૯મી સપ્ટેમ્બરે રીલિઝ થવાની હતી. પરંતુ, હવે આ ફિલ્મ તા. બીજી ઓક્ટોબર પર ઠેલાઈ રહી હોવાનું કહેવાય છે. ‘જોલી એલએલબી થ્રી’ તથા ‘કાંતારા’ બંને તેમની આગલી ફિલ્મોની ગુડવિલ ધરાવે છે.
‘કાંતારા’ મૂળ તો સાઉથના દર્શકો માટે બનાવાઈ હતી પરંતુ તેનું ડબ કરેલું વર્ઝન હિંદીમાં અનાયાસે જ હિટ થયું હતું. તે પછી તેની પ્રીકવલની પણ રાહ જોવાય છે. બીજી તરફ અક્ષય કુમારને હાલ એક હિટ ફિલ્મની તાતી જરૂર છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે.SS1MS