હું પાર્ટટાઇમ એક્ટર, ફુલ ટાઇમ પોલિટિશિયન: સ્મૃતિ ઇરાની

મુંબઈ, ઘણા સમયથી સ્મૃતિ ઇરાની અને અમર ઉપાધ્યાય ફરી ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરીયલ કરવાના હોવાની ચર્ચા હતી. આખરે એકતા કપૂર અને સિરીયલની ટીમ દ્વારા સિરીયલનો પ્રોમો રજૂ કરીને સિરીયલની જાહેરાત કરી દેવાઈ છે.
ત્યારે સ્મૃતિ ઇરાનીએ ટીવીમાં પાછા ફરવા અંગે અને રાજકીય સફર અંગે વાત કરી હતી. તે કઈ રીતે બંને દુનિયા વચ્ચે સંતુલન જાળવે છે, તે અંગે પણ તેણે વાત કરી હતી. શું સ્મૃતિ ઇરાની ફરી ટીવી પર પાછા ફરવા અંગે નર્વસ છે કે નહીં, એ અંગે સ્મૃતિએ કહ્યું, “હું એક રાજકારણી છું. મારી સામે તમે કોઈ પણ પડકાર ફેંકો એનાથી હું ક્યારેય નર્વસ ન થઈ શકું.
હું એક ફુલ ટાઈમ પોલિટિશિયન અને પાર્ટ ટાઈમ એક્ટર છું.” તેણે હંમેશા એકસાથે વધારે કામ કર્યાં છે, તે અંગે સ્મૃતિ ઇરાનીએ કહ્યું, “જે રીતે કેટલાંક રાજકારણીઓ ક્યારેક વકીલાત કરે છે, કોઈ શિક્ષક છે, કોઈ પત્રકાર છે, એમ હું પાર્ટ ટાઇમ એક્ટર છું.
હું એક સાથે એકથી વધુ કામ કરી શકું છું, જે સ્વીકારવું ઘણાં લોકો માટે અઘરું છે.”આ લોકો વચ્ચે અને પોતાનામાં અંતરની વાત કરતા સ્મૃતિ જણાવે છે, “એમની સાથે કોઈ વીડિયોગ્રાફર નહીં હોય. કોઈ મેકઅપ કરનારાં કે સ્ક્રિપ્ટ રાઇટર નહીં હોય. હું બસ લોકોના ધ્યાનમાં આવી ગઈ છું.
એક ૪૯ વર્ષની વ્યક્તિની ૨૫ વર્ષ લાંબી કારકિર્દી હોય, એ પણ માત્ર રાજકારણમાં નહીં પણ રાજકારણમાં પણ ખરી, એ આશીર્વાદથી જ મળે.” બે દાયકા પહેલાં જ્યારે સ્મૃતિ ઇરાનીએ ટીવીની સફર શરૂ કરી ત્યારે અને આજે ટીવી પ્રત્યે લોકોના વલણમાં આવેલા ફરક અંગે સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું, “ટીવી સાથે થોડું સાવકી મા જેવું વર્તન થઈ રહ્યું છે. ફિલ્મ માટે સૌથી વધુ આકર્ષણ અને માન હોય છે. આજે ઓટીટીને તેમની પોતાની લાગણીઓ અને દર્શકવર્ગ મળી રહ્યો છે.
ટીવીએ ભલે ગયા વર્ષે ૩૦ હજાર કરોડની કમાણી કરી હોય તેમ છતાં, તેની જોઈએ એટલી નોંધ લેવાતી નથી.”ટીવી ઇન્ડસ્ટ્રીનાં સ્તર અને અસર અંગે વાત કરતા તેણે આગળ જણાવ્યું, “જો તમે ટીવી અને ઓટીટી બંનેને ભેગાં કરો તો આપણે ૫૫ હજાર કરોડના માર્કેટની વાત કરી રહ્યાં છીએ. આ એક એવી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી છે, જેમાં વિપુલ પ્રમાણમાં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા રહેલી છે- જેની પ્રધાનમંત્રીએ પણ નોંધ લીધી છે.”
આ સફરમાં ટીકાના સામના અંગે સ્મૃતિ ઇરાનીએ કહ્યું, “એક પૂર્વગ્રહ એવો પણ હતો કે કલાકારો સંવિધાનિક સેવાઓ અંગે ગંભીર નથી. તો મારે એ બતાવી દેવું હતું કે મીડિયા ક્ષેત્રમાંથી કોઈ પાસે પણ ગંભીરતાથી સેવાઓ આપવાની ક્ષમતા રહેલી છે. મેં છેક જમીનથી શરૂઆત કરીને ત્યાં સુધીની સફર ખેડી અને હું મારા સહકર્મીઓનું સન્માન પામવા ઇચ્છતી હતી.”
આ સિરીયલ કરવા બદલ થયેલી ટીકા અંગે તેણે જણાવ્યું, “એ ટીકાનો કોઈ મતલબ નથી, એ શોમાં મેરીટલ રેપ, યુથનેશિયા, શિક્ષણ જેવા મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી, જેના વિશે ફિલ્મમાં પણ ૨૫ વર્ષ પહેલાં કોઈ બોલતું નહોતું. ૧૦.૩૦નો સમય જે નીઃરસ ગણાતો તેને અમે પ્રાઇમ ટાઇમ બનાવી દીધો હતો.”SS1MS