બોલિવૂડની કાસ્ટિંગ પ્રક્રિયા હોલિવૂડ જેટલી પારદર્શક નથી

મુંબઈ, બોલિવૂડ અભિનેતા અલી ફઝલ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો’નાં પ્રોમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે એક ઇન્ટરવ્યૂમાં બોલિવૂડમાં પ્રસરી રહેલા નેપોટિઝમ પર પોતાના મંતવ્ય ખુલીને વ્યક્ત કર્યા છે.
બોલિવૂડ અને હોલિવૂડની કાસ્ટીંગ પ્રક્રિયાના ફરક પર ખુલીને વાત કરતા અલીએ કહ્યું કે મને બોલિવૂડમાં નેપોટિઝમથી ખાસ ફરક નથી પડતો. મારા મતે આ ઇન્ડસ્ટ્રીમાં તેનાથી પણ વધુ મહત્વના મુદ્દા છે. બોલિવૂડમાં રોલ મેળવવા માટે તમારે કોઈ ચોક્કસ સામાજિક કે વ્યવસાયિક વર્તુળમાં હોવું જરૂરી છે, જ્યારે હોલિવૂડમાં વધારે માળખાગત અને એજન્સી આધારિત કાસ્ટિંગ પ્રક્રિયા છે.
હોલિવૂડમાં તમામ કલાકારો માટે તકો સુલભ હોય છે અને તેમને સમાન તકો પૂરી પાડવામાં આવે છે.આલીએ વધુમાં જણાવ્યું કે, બોલિવૂડમાં પણ એજન્સી છે, સાથે ઓળખાણ પણ જરૂરી છે. ઘણાં બધા જુથો છે. જો તમે એક જુથનાં ભાગ છો તો તમને રોલ મળશે, કારણ કે તમે આ જુથનાં છો અને તેમનાં મિત્ર છો. હોલિવૂડમાં એજન્સી સિસ્ટમ છે. સામાન્ય રીતે બધાને સાર્વજનિક રીતે એક કોલ આવે છે.
તેથી દરેક એજન્ટ, દરેક મેનેજર તે પ્લેટફોર્મનો સભ્ય છે અને તે પ્લેટફોર્મ પર હવે કોલ આવે છે – “આ પ્રોજેક્ટનું કાસ્ટિંગ થઈ રહ્યું છે. આ ફિલ્મ માટેનો આ સમયગાળો છે. તમારા કલાકારોને તેમાં મોકલવા માટે કહો.” કોઈ પણ એવું કહી શકતું નથી કે મારા અભિનેતાને આ ફિલ્મ મળશે કારણ કે હું એક મોટી કંપની છું અથવા હું એક મોટી એન્ટિટી છું.”
આગળ અલીએ કહ્યું કે હોલિવૂડમાં પણ કેટલીક અન્યાયી પ્રક્રિયા થતી હોય છે, તેમ છતાં એક પારદર્શક તંત્ર છે, જે પુરતી તકો પુરી પાડે છે. અલી કહે છે, “ત્યાં પણ કેટલીક એવી બાબતો હોય છે, પરંતુ એક ચોક્કસ માળખું તો છે. મને લાગે છે, આપણને એનાથી ફાયદો થઈ શકે છે.”
જોકે, અલી ફઝલ માને છે, ધીરે ધીરે બોલિવૂડમાં પણ કાસ્ટિંગ પ્રક્રિયા બદલાશે. “જેમ જેમ આપણે કાસ્ટિંગ ડિરેક્ટર્સની પ્રક્રિયા વધુને વધુ મહત્વ આપીશું, તેમ તેમ તંત્ર બદલાશે. આપણી પાસે પણ જોરદાર કાસ્ટિંગ ડિરેક્ટર્સ છે, નિકિતા ગ્રોવર, દિલિપ શંકર, ટેસ જોસેફ, વૈભવ વિશાંત, એન્ટી કાસ્ટિંગ ટીમ.
ઓ લોકો ખરેખર ઘણું સારું કામ કરે છે. મને લાગે છેસ આ તંત્ર એક્ટિંગ સાથે જોડાયેલાં અન્ય લોકોને ઘણી મદદ કરશે. તેથી કોઈ એક પરિવાર માટે કોઈ ચોક્કસ વ્યક્તિ કામ કરે, એ બધી વાતોથી મને ખાસ ફરક પડતો નથી. મને લાગે છે, ઇન્ડસ્ટ્રીમાં તેનાથી પણ મોટાં ઘણા મુદ્દાઓ છે.”SS1MS