આશા છે કે, આ વખતે ધારી હતી એવી ફિલ્મ બની જાય

મુંબઈ, અનુરાગ બાસુ મ્યુઝિકલ ફિલ્મ્સ જોનરની ફિલ્મ બનાવવા માટે જાણીતા ડિરેક્ટર છે, જેણે અત્યાર સુધીમાં ‘બર્ફી’, ‘જગ્ગા જાસુસ’, ‘લાઇફ ઇન એ મેટ્રો’ અને તાજેતરતમાં ‘મેટ્રો ઇન દિનો’ જેવી ફિલ્મ બનાવી છે. સાથે જ છેલ્લાં ઘણા સમયથી તે જાણીતા ગાયક કિશોર કુમારની બાયોપિક માટે કામ કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે. સાથે જ આ રોલ તેણે આમિરને ઓફર કર્યાે હોવાની પણ ચર્ચા છે.
ત્યારે હવે અનુરાગ બાસુએ અંગે તે આતુર હોવાની વાત કરી છે.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અનુરાગ બાસુએ કિશોર કુમારની ફિલ્મ અંગે વાત કરી હતી, તેણે કહ્યું કે આ ફિલ્મને ઘણા ચડાવ-ઉતારનો સામનો કરવો પડ્યો છે. અનુરાગ બાસુએ કહ્યું, “હું પણ ઉત્સુક છું કે આ વખતે આ ફિલ્મ બની જાય અને હું છેલ્લા એક દાયકાથી જે વાર્તા કહેવાની કોશિશ કરી રહ્યો છું, તેની સાથે સેટ પર પહોંચી જાય.”
અનુરાગ કહે છે, કે તે હવે આ ફિલ્મ વિશે વાત કરીને તેને નજર લગાવવા માગતો નથી. આમિર ખાન આ ફિલ્મ કરે છે કે નહીં તે અંગે અનુરાગે કહ્યું, “જયાં સુધી કંઈ ફાઇનલ ન થાય અને કોન્ટ્રાક્ટ સાઇન ન થાય ત્યાં સુધી” આ ફિલ્મ વિશે કશું જ કહી શકાય નહીં.શરૂઆતમાં કિશોર કુમારના પરિવારે કોપી રાઇટના મુદ્દે વિરોધ કર્યાે હોવાથી આ ફિલ્મ હોલ્ડ પર મુકાઈ હતી.
૨૦૧૨માં આ અનુરાગ બાસુની ફિલ્મ બર્ફી પછી તેણે આ ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે, ફિલ્મની ટીમ તરફથી હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી. અનુરાગ બાસુએ આ ઉપરાંત પણ એક ફિલ્મ માટે આમિરને રણબીર કપૂર સાથેની એક ફિલ્મ માટે પણ સંપર્ક કર્યાે હતો, પરંતુ એ ફિલ્મ પણ બની શકી નહીં.SS1MS