એક્સ ગર્લફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો સલમાન ખાન

મુંબઈ, સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ ૯ જુલાઈના રોજ પોતાનો ૬૫મો જન્મદિવસ ઉજવ્યો. સંગીતા બિજલાનીની બર્થડે પાર્ટીમાં ઘણાં જાણીતા ચહેરા પહોંચ્યા હતા. સલમાન ખાન પણ એક્સ ગર્લફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર સલમાન ખાનના અનેક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. સલમાન ખાન સઘન સુરક્ષા વચ્ચે આ પાર્ટીમાં પહોંચ્યો હતો.
પાર્ટીમાંથી નીકળતી વખતનો સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સલમાન ખાનનો જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, તેમાં તે પાર્ટીમાંથી બહાર નીકળી રહ્યો છે.
બીજી તરફ સલમાન ખાનના બોડીગાર્ડસ સલમાનની તસવીરો લેવાથી પાપારાઝી અને ચાહકોને રોકતા નજર આવી રહ્યા છે. ઘણા લોકો સલમાન ખાનની તસવીર લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એક વ્યક્તિ સલમાન ખાનના ખભા પર હાથ રાખીને તેને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ એક ગાર્ડ તેને પાછળ હટાવી દે છે. સલમાન ખાન બ્લેક ટી-શર્ટ અને બ્લૂ ડેનિમ જીન્સમાં ખૂબ જ સ્માર્ટ દેખાય રહ્યો છે.
ટીવી એક્ટર અર્જુન બિજલાની પણ આ બર્થડે પાર્ટીમાં પહોંચ્યો હતો. તેણે પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે. એક તસવીરમાં અર્જુન બિજલાની પોતાની પત્ની નેહા, સંગીતા બિજલાની અને સલમાન ખાન સાથે પોઝ આપતો દેખાઈ રહ્યો છે.
સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન આ ફિલ્મ માટે પોતાના ટ્રાન્સફોર્મેશન પર કામ કરી રહ્યો છે, જેના કારણે તે સ્ટ્રિક્ટ ડાયટ અને ફિઝિકલ ટ્રેનિંગ લઈ રહ્યો છે.SS1MS