Western Times News

Gujarati News

‘વેદ મંજુષા’ ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત : 20,348 ઋચાઓ સમાવિષ્ઠ: 18 વર્ષની પ્રકાશન મહેનત

વેદ એ મનુષ્યને મળેલું ઈશ્વરીય જ્ઞાન છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે નવી દિલ્હીના નીતા પ્રકાશન દ્વારા પ્રકાશિત મહાગ્રંથ વેદ મંજુષાનું વિમોચન કર્યું હતું. વેદ મંજુષા‘  ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત કરવામાં આવી છેજેમાં 20,348 ઋચાઓ સમાવવામાં આવી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કેતેમાં સંસ્કૃતહિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં વેદની ઋચાઓનો અનુવાદ આપવામાં આવ્યો છે. જેથી કરીને કોઈને વેદ વાંચવામાં તકલીફ ન પડે. આ ઉપરાંત દરેક રુચાનો અર્થ અને તેનો સારાંશ પણ આપવામાં આવ્યો છે.

          ‘વેદ મંજુષાના વિમોચન અવસરે દિલ્હી વિશ્વવિદ્યાલયના હિન્દી વિભાગના સેવા નિવૃત્ત પ્રોફેસરસાહિત્યકાર અને અનુવાદક ડૉ. પૂરણ ચંદ ટંડન તથા નીતા પ્રકાશનના શ્રી રાકેશ ગુપ્તા તથા રાજભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

          રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું હતું કેભારત દેશની ધરતી પર જન્મેલા તમામ લોકો વેદોથી પરિચિત હોવા જોઈએ. કારણ કેવેદ એવા શાસ્ત્રો છે જેનો કોઈ લેખક નથીતે મનુષ્યને મળેલું ઈશ્વરીય જ્ઞાન છે. એવી કોઈ વિદ્યા નથીજે વેદોમાં ન હોય. વેદો તમામ વિદ્યાના જનક છે.

          રાજ્યપાલશ્રીએ કહ્યું કેસર્વ સત્યનું મૂળ વેદ છેપરંતુ આપણે વેદોને ભૂલી ગયા છીએ. ગુજરાતની ભૂમિ પર એક મહાપુરુષ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદોના ઉત્થાનનું કાર્ય કર્યું છે. જો તેઓ ના હોતતો હજારો વર્ષોથી વેદો પર પડેલી ધૂળ દૂર ન થઈ હોત અને આપણને વેદોનો પરિચય ન થયો હોત.

          નીતા પ્રકાશન દ્વારા ખૂબ મહાન કાર્ય કરવામાં આવ્યું છે. આજે આપણી વચ્ચે સ્વર્ગસ્થ પૂજ્ય રાધેશ્યામજી ગુપ્તા નથી. પરંતુ, ‘વેદ મંજુષા‘ મહાગ્રંથના માધ્યમથી આ અદ્રશ્ય જ્ઞાનને જનતામાં ફેલાવવાના તેમના મહાન સંકલ્પના કારણે તેઓ અમર બની ગયા છે. તેમણે કરેલું કાર્ય આવનારી પેઢીઓ માટે વરદાન સાબિત થશે.

          શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેઆ મહા ગ્રંથના હિન્દી અનુવાદક ડૉ. પૂરણ ચંદ ટંડન પોતે પણ એક જીવતો જાગતો જ્ઞાનકોશ છેતેઓ જ્ઞાનના ભંડાર છેવેદ અને સાહિત્યના મહાન વિદ્વાન છે. તેમના દ્વારા વેદોના વિશાળ સ્વરૂપને સરળ બનાવવામાં આવ્યું છે. લોકો વેદોને હિન્દી અને અંગ્રેજીમાં સરળતાથી સમજી શકે તેવી વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

          રાજ્યપાલશ્રીએ પુસ્તક રાષ્ટ્ર મંજુષા‘ નો ઉલ્લેખ કરતાં કહ્યું કેઆ પુસ્તક હું બે દિવસ વાંચતો રહ્યોજેમ જેમ વાંચતો ગયોતેમ તેમ જ્ઞાનનો ખજાનો ખૂલતો ગયો.

 આ પ્રસંગે પ્રોફેસર ડૉ. પૂરણ ચંદ ટંડને જણાવ્યું હતું કે,  આ સમગ્ર કાર્ય કરવામાં લગભગ ૧૮ વર્ષ જેટલો સમય લાગ્યો છે. પરંતુ મને ગર્વ છે કેઆપણા દેશસંસ્કૃતિ અને ભારતીયતા માટે કંઈક કર્યું છે. ભલે જેટલો પણ ખર્ચ થાય પરંતુન ભૂતો ન ભવિષ્યતિ‘ તેવું સીમાચિહ્નનરૂપ પ્રકાશન પ્રસિદ્ધ કરવાનું નીતા પ્રકાશનના સ્થાપક રાધેશ્યામ ગુપ્તાજીનું સ્વપ્ન હતું. આ ગ્રંથના પ્રકાશન પહેલાં તેમનું દુઃખદ અવસાન થયું. રાધેશ્યામજીના પત્ની શ્રી શાંતિ દેવીજીનું સ્વપ્ન તેમના પતિના સ્વપ્નને પૂર્ણ કરવાનું હતું. માટે રાધેશ્યામ ગુપ્તાજીના પુત્ર રાકેશ ગુપ્તા સાથે મળીને આ કાર્ય પૂર્ણ કર્યું. ભારતમાં આવું કોઈ પ્રકાશન કે પુસ્તક નથીતેમ જણાવી તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કર્યો હતો.

 રાજ્યપાલ શ્રીએ નીતા પ્રકાશનના શ્રી રાકેશ ગુપ્તા અને પ્રોફેસર ડૉ. પુરણ ચંદ ટંડનનું સન્માન કર્યું હતું. આ પુસ્તકઆ શ્રેણીઆખી દુનિયા સુધી પહોંચેજેથી વિદેશના લોકોને પણ ભારતની ભવ્ય સંસ્કૃતિનો ખ્યાલ આવેતેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.