એર ઇન્ડિયાની બી૭૮૭-૮ વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ, ૧૨ જૂન ૨૦૨૫ના રોજ બપોરે લગભગ ૧૩ઃ૩૯ એર ઇન્ડિયાના એઆઈ૧૭૧ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી ઉડાન ભરી ત્યારબાદ થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું હતો.
આ વિમાન મુસાફરોને લઈને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. દુર્ઘટનાની પ્રાથમિક તપાસ ભારતમાં સિવિલ એવિએશન મંત્રાલયના એરક્રાફ્ટ એÂક્સડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારી ખુલાસાઓ થયાં છે. વિમાનમાં કુલ ૨૪૨ લોકો હતા (૨૩૦ મુસાફરો, ૧૦ કેબિન ક્‰ અને ૨ પાઇલટ).
આ દુર્ઘટનામાં ૨૬૦ લોકોના મૃત્યુ થયા જેમાં પાઇલટ અને કોપાઇલટ સહિત વિમાનમાં બેઠેલા તમામ મુસાફરો અને નજીકની ઈમારતોમાં રહેલા ૧૯ લોકો સામેલ છે. એક વ્યક્તિ સદનસીબે બચી ગયો હતો.
વિમાને આરડબલ્યુવાય ૨૩ પરથી ઉડાન ભરી અને લગભગ ૦.૯ એનએમ અંતરે બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ પર અથડાયું હતું. તપાસ રિપોટ્ર્સ પ્રમાણે એન્જિનના ઈંધણ નિયંત્રણ સ્વીચ અચાનક બંધ થવાથી બંને એન્જિન બંધ થઇ ગયા, જેના કારણે વિમાન ઊંચાઇ પામ્યા વિના જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.એર ઈન્ડિયાનું આ વિમાન અનેક ઝાડો અને ૫ ઈમારતો સાથે અથડાયું હતું.
મકાનોમાં આગ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વિમાની વિવિધ ઘટકો (એન્જિન, વિંગ, લેન્ડિંગ ગિયર, ફ્લાઇટ ડેક) તણખલા જેમ ઉડીને આસપાસ છૂટા પડ્યા હતાં. વિમાન સંપૂર્ણપણે નષ્ટ થયું હતું માત્ર કાટમાળ જ રહ્યો હતોએર ઇન્ડિયાના એઆઈ૧૭૧ વિમાન જે પાઇલટ અને કોપાઇલટ ચલાવી રહ્યાં હતા તે બંને અનુભવી અને યોગ્ય લાયસન્સ ધરાવતા હતા.
એટલું જ નહીં પરંતુ પાયલટોએ દુર્ઘટનાની પૂર્વે પૂરતો આરામ મેળવી લીધો હતો. દુર્ઘટનાના સમયે હવામાન અનુકૂળ હતું (વિઝિબિલિટી ૬૦૦૦ મીટર, કોઈ વાદળ પણ નહોતા). વિમાનમાં ચાર એમઈએલ ખામીઓ (ફલાઇટ ડેક ડોર કેમેરા, એફડી પ્રિન્ટર વગેરે) જણાતી હતી. તપાસ દરમિયાન થ્રોટલ ક્વાડરન્ટઅને ફ્યુઅલ કન્ટ્રોલ સ્વીચ રન માંથી કટઓફ થવાની ઘટના તપાસમાં સામે આવી છે.
કોકપીટ વોઈસ રેકોર્ડર અને ફ્લાઈટ ડેટા રેકોર્ડરમાંથી માહિતી મળી છે જેમાં ટેક ઓફ બાદ થનારી વિમાની ગતિશીલતા અને પાઇલટ વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ થઈ છે.
રેકો‹ડગ પ્રમાણે બંને એન્જિન ટેકઓફ પછી અચાનક બંધ થયા અને થોડીક જ સેકન્ડ બાદ ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ થયો પણ અપર્યાપ્ત ઊંચાઈને કારણે વિમાનથી ક્રેશ થયું હતું. કોકપીટ રેકો‹ડગમાં એક પાઇલટ બીજાને પૂછે છે, ‘તમે એન્જિન કેમ બંધ કર્યું?’ તો સામે જવાબ મળ્યો કે, ‘મેં નથી કર્યું’. જેથી એવું પણ સંભવ છે કે, ઇંધણ નિયંત્રણ સ્વીચનું અજાણતા કટ-ઓફ અથવા તકનીકી ખામી હોઈ શકે છે. એન્જિન ૧ રિકવર થવા લાગ્યું પણ એન્જિન ૨ સંપૂર્ણપણે રિકવર થઈ શક્યું નહીં.
જેથી વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવી બેઠું અને અમદાવાદ નજીક બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં અથડાયું હતું.એન્જિન અને વિમાની ભાગોનું વિશ્લેષણ હજી પણ ચાલી રહ્યું છે.
ઈંધણના નમૂનાની ચકાસણી ડીજીસીએ લેબમાં કરવામાં આવી છે. બચેલા એક મુસાફર અને સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. ફ્લાઇટ રેકોર્ડર ડેટા સફળતાપૂર્વક મેળવવામાં આવ્યો છે.SS1MS