NH48ના કામરેજ બ્રિજના બે સ્પાન વચ્ચે ઉંડો ગેપઃ તાકીદે રિપેરિંગ કરવાનો આદેશ

NH48ના કામરેજ બ્રિજને તાકીદે રિપેરિંગ કરવાનો પાટીલનો આદેશ
સુરત, કામરેજમાં તાપી નદી ઉપર આવેલા નેશનલ હાઈવેના એક મહત્ત્વના બ્રિજની જર્જરિત હાલત હાલમાં સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. બ્રિજના બે સ્પાન વચ્ચે ઉંડો ગેપ સર્જાયો છે.
મોટા અકસ્માતની શક્યતા ઊભી થઈ હતી. જો કે, કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી સી.આર.પાટીલે ટ્રાન્સપોર્ટેશન મંત્રી નીતિન ગડકરી પાસે તાબડતોબ આ બ્રિજની દુરસ્તી કરવા માટેનો આદેશ કરાવ્યો છે.
તસવીરઃ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ પાસે એન.એચ.-૪૮ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી
સુરતના છેડે નેશનલ હાઈવે ઉપર પણ આવી દુર્ઘટનાને આમંત્રણ આપતો બ્રિજ છે. રાજ્યના શિક્ષણ મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાના ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી સહિતના જવાબદાર તંત્રને જાણ કરી હતી. તેમણે સ્થળ પર જઈને હાલત નિહાળી હતી.
તપાસ દરમિયાન સ્પાન વચ્ચે મોટો ગેપ જોવા મળ્યો હતો તે જીવલેણ અકસ્માતનું કારણ બની શકે તેમ હતો. તેમણે તાત્કાલિક નિવારણરૂપે બ્રિજના જોઈન્ટમાં પડેલી આ ખલી જગ્યા પર મજબૂત લોખંડની પ્લેટ મૂકાવી સંભવિત અકસ્માત ટાળી શકાય તેવો પ્રયાસ કર્યો છે. જો કે, આ વાત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના ધ્યાને આવતા તેમણે બુધવારે સાંજે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટેશન મંત્રી નીતિન ગડકરી પાસે આ બ્રિજને તાકીદે રિપેર કરવા માટેનો આદેશ કરાવ્યો હતો.
એટલું જ નહીં નવા વૈકÂલ્પક બ્રિજને પણ તૈયાર કરવા માટેની લીલીઝંડી અપાવી દીધી છે. આ અંગેના લેખિત આદેશ સાથે ગુરૂવારે મોડી સાંજે તાકીદની અસરથી એક નોટિફિકેશન જારી કરીને હાઈવેનો ટ્રાફિક ડાયવર્ટ કરવા અને તેના કારણે કામરેજ ટોલનાકા પાસેના પણ હંગામી ધારાધોરણો પણ બદલવા માટેનું ફરમાન કરાયું છે.