દિલ્હીઃ વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી

નવી દિલ્હી, દિલ્હીના વેલકમ વિસ્તારામાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળ્યાં છે. વેલકલ વિસ્તારમાં આજે ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇમારત ધરાશાયી થતા આશરે ૧૨ લોકો નીચે દટાયા હોવાનો અંદાજ છે. સમગ્ર બાબતની જાણ થતા પોલીસ અને એનડીએરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અત્યારે સુધીમાં કુલ છ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હજી પણ પાંચ લોકો નીચે દટાયેલા હોવાની આશંકા છે.હાલમાં ઘટનાસ્થળે ૭ ફાયર એન્જિન અને પોલીસ ટીમો બચાવ અને રાહત કાર્યમાં કરી રહી છે. આ ઇમારત ખૂબ જ જર્જરિત હતી, જેના કારણે આ અકસ્માત થયો હોવાની પ્રાથમિકા માહિતી મળી છે.
હાલમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમોના રાહત અને બચાવ કાર્યમાં સ્થાનિક લોકો કાટમાળ દૂર કરવામાં મદદ કરી રહ્યા છે. સીલમપુરમાં ગ્રાઉન્ડ પ્લસ થ્રી ઇમારત ધરાશાયી થયા બાદ સ્થાનિક લોકો કાટમાળ સાફ કરવામાં મદદ કરી રહ્યા છે.
પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે કામગીરી કરી રહી છે અત્યાર સુઘીમાં જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
વધારે વિગતે વાત કરીએ તો આ પહેલા પણ એપ્રિલમાં ઉત્તર-પૂર્વ દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં ડઝનબંધ લોકો કાટમાળ નીચે ફસાયા હતા અને ચાર લોકોના મોત થયા હતા.
આ અકસ્માત દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં બન્યો હતો. વેલકમ વિસ્તાર ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો છે અને સાંકડી શેરીઓ છે, તેથી બચાવ કામગીરી મુશ્કેલઓ આવી રહી છે. તેમ છતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો બચાવ કામગીરી કરી રહી છે.SS1MS