Western Times News

Gujarati News

ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા પૂર્વઆયોજિત ષડયંત્ર હતું

ગુરુગ્રામ, હરિયાણાના ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. જોકે, આ હત્યાનો આરોપી પિતા પોતે જ હોવાની વાત કબુલી છે. તેમજ વારંવાર પોતાના નિવેદનને બદલી રહ્યો છે. જેમાં તેણે પોલીસને જણાવ્યું કે રાધિકાને મારવા માટે તેણે પહેલા યોજના કરી હતી. તેમજ તેથી પુત્રને બહાર મોકલી દીધો હતો.

જો તે ઘરે હોત તો મારી યોજના સફળ ન થઈ હોત. તેમજ મારી પત્ની બીમાર હતી. જે રૂમમાં આરામ કરી રહી હતી.આ હત્યાની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર પિતા દીપકે હત્યાને અંજામ આપવા માટે તેના દીકરાને યોજનાબદ્ધ રીતે ઘરની બહાર મોકલ્યો હતો. જેમાં દરરોજ સવારે પોતે દૂધ લેવા જતો હતો, પરંતુ ગુરુવારે તેણે દૂધ લેવા દીકરાને મોકલ્યો હતો.

રાધિકાને એકલી જોતા જે તેણે તેની દીકરી પર ગોળીબાર કરી દીધો. ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સંદીપ કુમારે કહ્યું કે, પિતા દીપક ઇચ્છતો હતો કે તે દિવસે ઘરમાં બીજું કોઈ ન હોય.પોલીસે આ ઘટનાની તલસ્પર્શી તપાસ શરુ કરી છે. તેમજ પોસ્ટમોર્ટમ પછી રાધિકાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જેમાં રાધિકાના શરીરમાં કુલ ૪ ગોળીઓ મળી આવી હતી.

પોલીસ એક ગોળી ક્યાં ગઈ તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. શુક્રવારે સાંજે ગુરુગ્રામના વઝીરાબાદ ગામના સ્મશાનભૂમિમાં રાધિકા યાદવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાધિકાના મોટા ભાઈ ધીરજ યાદવે ધાર્મિક વિધિઓ મુજબ ચિતાને અગ્નિદાહ આપ્યો હતો.

જયારે સેક્ટર-૫૬ પોલીસે શુક્રવારે આરોપી ૪૯ વર્ષીય પિતા દીપક યાદવને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા. રિમાન્ડ અંગે કોર્ટમાં ચર્ચા થઈ હતી અને ત્યારબાદ પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન, પોલીસ દીપક યાદવની પૂછપરછ કરશે અને રિવોલ્વર સંબંધિત હથિયાર મેળવવા અંગેની પૂછપરછ કરશે.

રાધિકા યાદવની હત્યાના ગુનામાં પિતા દીપક યાદવની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી રિવોલ્વર પણ મળી આવી છે. પોલીસ હવે રાધિકાનો મોબાઇલ તપાસી રહી છે.

જેનાથી તેણીએ કોની સાથે વાત કરી હતી? એ જાણવા મળશે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા ઇચ્છતી રાધિકા યાદવનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈના દ્વારા ડિલીટ કરવામાં આવ્યું છે કે નહીં? તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ સિવાય હત્યાના સમયે પરિવાર શું કરતો હતો? એ માટે પોલીસ રાધિકાના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.