અજય દેવગણની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

મુંબઈ, અજય દેવગણની વર્ષ ૨૦૨૫ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’ ૨૫ જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, રવિ કિશન, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, ચંકી પાંડે, કુબ્રા સૈત, વિંદુ દારાસિંહ, મુકુલ દવે, શરત સક્સેના, અશ્વિની કાલસેકર, રોશની વાલિયા અને સાહિલ મેહતા જેવા કલાકારોની ટીમ છે.
આ કોમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં અનલિમિટેડ મનોરંજનની સાથે ખૂબ જ ડ્રામા જોવા મફ્રી રહ્યો છે.ફિલ્મનું ટ્રેલર ‘સન ઓફ સરદાર’ની રોલરકોસ્ટર રાઈડની યાદ અપાવે છે. સાથે સ્ટાર્સની મસ્તીથી ભરેલુ જીવન પણ દર્શાવાયુ છે.
એક સીનમાં તો અજય સની દેઓલની બોર્ડર ફિલ્મની વાર્તા પણ સંભળાવતા જોવા મળી રહ્યો છે. જસ્સીની ભૂમિકામાં અજય ખૂબજ રોમાંચક દેખાઈ રહ્યો છે. તેના ડાઈલોગ્સથી ઓડિયન્સના જરૂર ખુશખુશાલ થઈ જશે.જીયો સ્ટૂડિયોઝ અને દેવગન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત અને દેવગન ફિલ્મ્સ અને એસઓએસ ૨ લિમિટેડ દ્વારા નિર્મિત ‘સન ઓફ સરદાર ૨’ ૨૫ જુલાઈ ૨૦૨૫ના રોજ રિલીઝ થશે.
ટ્રેલર જોઈને ચાહકો સુપરએક્સાઇટેડ થઈ ગયા છે. એક યુઝરે લખ્યું, “અજય દેવગન ફરી એકવાર બ્લાકબસ્ટર માટે તૈયાર થઈ રહ્યો છે.” બીજા યુઝરે લખ્યું, “કેવી વાત છે, ધમાકેદાર ટ્રેલર જોઈને મજા આવી… ઝડપથી ફિલ્મ જોવા ઇચ્છે છે.” એક અન્ય યુઝરે લખ્યું, “ટ્રેલર એટલું જબરદસ્ત છે, તો ફિલ્મ કેટલી ધાંસૂ હશે… મજા જ આવશે… બ્લાકબસ્ટર પણ થશે ખાતરી છે.”SS1MS