આદિત્ય રોય કપૂર જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

મુંબઈ, અનન્યા પાંડેના એક્સ બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂરને નવી ગર્લફ્રેન્ડ મળી ગઈ છે. આદિત્ય હાલ જ્યોર્જિના ડી સિલ્વા નામની મોડલ સાથે રિલેશનમાં હોવાનું કહેવાય છે. આદિત્ય રોય કપૂરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી.
આ તસવીરો પરથી લોકો આદિત્ય અને જ્યોર્જિયાના સંબંધો વિશે અટકળો લગાવી રહ્યા છે. ચાહકોએ તે પછી એ પણ નોંધ્યું હતું કે આદિત્ય અને જ્યોર્જિના એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરી રહ્યાં છે અને એકબીજાની પોસ્ટ પર પ્રતિભાવ પણ આપી રહ્યાં છે. જ્યોર્જિના ખુદ એક મોડલ હોવાની સાથે સાથે ફેશન ફોટોગ્રાફર પણ છે.
ઉલ્લેખનીય છે કે આદિત્ય અને અનન્યા પાંડે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. જોકે, બાદમાં તેમનું બ્રેક અપ થઈ ગયું હતું. અનન્યા પાંડે હાલ વોલ્ક બ્લેન્કો સાથે રિલેશનમાં છે.SS1MS