બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃ એકતા

મુંબઈ, ફિલ્મ અને ટીવી-શો નિર્માતા એકતા કપૂર હાલમાં તેના ‘ક્યોંકિ… સાસ ભી કભી બહુ થી’ શોની પચીસમી વર્ષગાંઠને લઈને ચર્ચામાં છે, કારણ કે તે આ લોકપ્રિય શોની બીજી સીઝન લઈને આવી રહી છે.
સીઝન ૨માં ફરી એક વાર સ્મૃતિ ઈરાની તુલસીની ભૂમિકામાં અને અમર ઉપાધ્યાય મિહિરના રોલમાં જોવા મળશે.હવે શોની પ્રોડ્યુસર એકતાએ સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરીને આ શોની બીજી સીઝન લાવવાનાં કારણોની ચર્ચા કરી છે.
એકતાએ સોરયલ મીડિયા પર લખ્યું છે, ‘જ્યારે ‘ક્યોંકિ… સાસ ભી કભી બહુ થી’નાં ૨૫ વર્ષ પૂર્ણ થવા આવ્યાં અને એને ફરી પાછી ટીવી પર લોન્ચ કરવાની વાતો શરૂ થઈ.
ત્યારે મારો ૮ પહેલો જવાબ હતો ના, બિલકુલ નહીં; હું શા માટે એ જૂની યાદોને ફરીથી તાજી કરવાનો વિકલ્પ પસંદ કરું? જે લોકો જૂની યાદોમાં ખોવાયેલા રહે છે તેઓ સમજે છે અને તેઓ જાણે છે કે જૂની યાદોને ક્યારેય ભૂલી શકાતી નથી.’‘ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’ની પહેલી સીઝનનો છેલ્લો એપિસોડ ૨૦૦૮ની ૬ નવેમ્બરે પ્રસારિત થયો હતો. આ છેલ્લા એપિસોડમાં અંબા વીરાણી એટલે કે બાની વસિયત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શોમાં બાનું નિધન થઈ જાય છે અને ત્યાર બાદ વાર્તામાં ટિ્વસ્ટ આવે છે.
ખરેખર બાની વસિયંત પર કોનો અધિકાર હેશે એના પર સસ્પેન્સ બતાવવામાં આવે છે. એ દરમ્યાન તુલસીને એક ધમકીભર્યાે પત્ર મળે છે જેમાં લખેલું હોય છે કે જો સંપૂર્ણ સંપત્તિ તુલસીના પૌત્ર માર્ચના નામે કરવામાં નહીં આવે તો પાર્યને મારી નાખવામાં આવશે.
શોમાં પાર્થને કરણ અને નંદિનીના પુત્ર તરીકે બતાવવામાં આવ્યો છે, જે નાનપણમાં ખોવાઈ ગયો હતો. તુલસી એ પત્ર જોઈને હેરાન થઈ જાય છે અને પોતાના પૌત્રને શોધવા નીકળી પડે છે.
એ દરમ્યાન તુલસૌની મિત્ર પાર્વતી અગ્રવાલ તેને જણાવે છે કે તેણે જ પાર્થ નામના બાળકનો ઉછેર્યાે છે અને પત્ર પણ તેણે જ મોકલ્યો હતો. તુલસી આ ખુલાસા બાદ આશ્ચર્યચકિત થઈ જાય છે. અને આની સાથે જ એપિસોડને સમાપ્ત કરી દેવામાં આવે છે.SS1MS