સેલ્સફોર્સ ગોદરેજ કેપિટલના લેન્ડિંગ બિઝનેસ માટે AI-સંચાલિત પ્રોસેસીસને આગળ વધારશે

આ સહયોગ ગોદરેજ કેપિટલની પેટાકંપનીઓની ડિજિટલ ધિરાણ પ્રક્રિયાને વેગ આપવા માટે ડેલોઇટની અમલીકરણ નિપુણતા તથા સેલ્સફોર્સના એઆઈ સંચાલિત પ્લેટફોર્મ્સને સાથે લાવે છે
આ સહયોગ સેલ્સફોર્સની એઆઈ સંચાલિત લોન ઓરિજિનેશન સિસ્ટમ (એલઓએસ)ને ગોદરેજ કેપિટલની પેટાકંપનીઓના હાલના એઆઈ સંચાલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરક તથા મજબૂત બનાવવા, ડિજિટલ ઓનબોર્ડિંગને ઝડપી બનાવવા, રિસ્ક ઇન્ટેલિજન્સ તથા ઓપરેશનલ ચપળતા માટે સંકલિત કરે છે
મુંબઈ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસીઝ આર્મ ગોદરેજ કેપિટલ અને #નંબર વન એઆઈ સીઆરએમ* સેલ્સફોર્સે ડિજિટલ લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગોદરેજ કેપિટલની પેટાકંપનીઓની ટેક્નોલોજી ક્ષમતાને ગહન બનાવવા તથા ભારતમાં તેના પોર્ટફોલિયોમાં શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ આપવા માટે વ્યૂહાત્મક સહયોગ કર્યો હોવાની જાહેરાત કરી હતી.
ડેલોઇટ ઈન્ડિયાને આ પહેલ માટે ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર તરીકે ઓનબોર્ડ કરવામાં આવી છે જે ગોદરેજ કેપિટલની લેન્ડિંગ ઇકોસિસ્ટમ પર સેલ્સફોર્સના એડવાન્સ્ડ પ્લેટફોર્મ્સ લાગુ કરવાને વેગ આપવા તથા સરળ સંકલનની કામગીરી કરશે.
નવીનતા પર સતત ધ્યાન અને જેનએઆઈ-સંચાલિત સોલ્યુશન્સને વહેલા અપનાવવા માટે જાણીતી સેલ્સફોર્સ સાથેનો આ સહયોગ ભવિષ્ય માટે તૈયાર અને ડિજિટલી ચપળ લેન્ડિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે તેના સહિયારા વિઝનને દર્શાવે છે. મોટાપાયે ટેક્નોલોજી પરિવર્તન પૂરા પાડવામાં ડેલોઇટની પુરવાર થયેલી નિપુણતા સાથે આ ભાગીદારી કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ઓપરેશનલ ચપળતા, ગ્રાહક અનુભવ અને રિસ્ક ઇન્ટેલિજન્સમાં નોંધપાત્ર વધારો કરે તેવી સંભાવના છે.
આ સહયોગના ભાગરૂપે કંપની તેના હાલના કોર કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (સીઆરએમ) પ્લેટફોર્મ ઉપરાંત તેની સમગ્ર પ્રોડક્ટ લાઇન પર સેલ્સફોર્સ દ્વારા શ્રેષ્ઠ એઆઈ-સંચાલિત તેના લોન ઓરિજિનેશન સિસ્ટમ (એલઓએસ)ને કન્સોલિડેટ કરીને તેના લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરી રહી છે.
આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રારંભિક એપ્લિકેશનથી માંડીને વિતરણ સુધીની ખૂબ જ ઇન્ટેલિજન્ટ, સરળ અન પર્સનલાઇઝ્ડ ધિરાણ સફર પૂરી પાડવાનું સક્ષમ બનાવે છે. આ સુધારાનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં લોકો અને વ્યવસાયો માટે ધિરાણ પૂરા પાડવાની પ્રક્રિયા મજબૂત બનાવવા, ચોક્સાઇ લાવવા અને ટર્નઅરાઉન્ડ ટાઇમ સુધારવાનો છે.
સેલ્સફોર્સની એઆઈ સંચાલિત આંતરદ્રષ્ટિનો લાભ લઈને કંપની વધુ સ્માર્ટ ક્રોસ-સેલિંગ વ્યૂહરચનાઓને ટેકો આપવા, રિસ્ક મેનેજમેન્ટને તેજ બનાવવા અને મોટાપાયે વધુ વિશિષ્ટ અનુભવો પૂરા પાડવા માટે વધુ ચપળ ડેટા લેન્ડિંગ પ્રોસેસ ઊભી કરી રહી છે. પ્રોડક્ટ્સ, ચેનલ્સ અને ટચપોઇન્ટ્સમાં ગ્રાહકોના યુનિફાઇડ 360 ડિગ્રી વ્યૂ સાથે કંપની તેની લેન્ડિંગ લાઇફસાયકલમાં અદ્વિતીય કસ્ટમર સર્વિસ, ઓપરેશનલ ચપળતા અને ઓછા માનવીય હસ્તક્ષેપો ઓફર કરવા માટે સારી સ્થિતિમાં છે.
આ અંગે ગોદરેજ કેપિટલના એમડી અને સીઈઓ મનીષ શાહે (Manish Shah, MD & CEO, Godrej Capital) જણાવ્યું હતું કે ગોદરેજ કેપિટલ ખાતે અમારો ટેક્નોલોજી ફર્સ્ટ અભિગમ અને જેનએઆઈમાં હાલ ચાલી રહેલા રોકાણો અમે નાણાંકીય સોલ્યુશન્સને કેવી રીતે વધારીએ છીએ તેમાં ચાવીરૂપ રહ્યા છે.
એઆઈ સંચાલિત પ્લેટફોર્મ્સમાં ગ્લોબલ લીડર એવી સેલ્સફોર્સ સાથે અમારો સતત સહયોગ આ પ્રયાસોને પૂરક બનાવે છે અને અમને વધુ સ્માર્ટ ક્રેડિટ અનુભવો આપવા, ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા અને પર્સનલાઇઝેશન તથા સ્પીડ માટે નવી તકો ઊભી કરવા માટે સક્ષમ બનાવે છે. વધુ મહત્વનું એ છે કે આ ભાગીદારી વધુ સમાવેશક, ચપળ લેન્ડિંગ ઇકોસિસ્ટમ દ્વારા ભારતના વ્યાપક આર્થિક વિકાસને ટેકો આપવા અને ફાઇનાન્શિયલ સર્વિસીઝમાં વાસ્તવિક વિશ્વના પડકારોનો ઉકેલ લાવવા માટે ટેક્નોલોજી લાગુ કરવા પર અમારા સહિયારા ધ્યાનને દર્શાવે છે.
સેલ્સફોર્સ – દક્ષિણ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ અરુંધતી ભટ્ટાચાર્યે (Arundhati Bhattacharya, President and CEO, Salesforce – South Asia, ) જણાવ્યું હતું કે નાણાંકીય સેવાઓ ઉદ્યોગ એક નિર્ણાયક ક્ષણ પર છે જ્યાં ટેકનોલોજી ફક્ત સિસ્ટમોને વધારવાની જ નહીં, પરંતુ સંસ્થાઓ તેમના ગ્રાહકોને કેવી રીતે જોડે છે, નિર્ણય લે છે અને સેવા આપે છે તેનું મૂળભૂત રીતે પુનર્ગઠન કરી રહી છે. ડિજિટલ-પ્રથમ વિશ્વમાં ભવિષ્ય એવા લોકોનું હશે જેઓ બુદ્ધિ, ચપળતા અને વિશ્વાસ સાથે નેતૃત્વ કરે છે.
આ પરિવર્તનમાં એઆઈ કેન્દ્રસ્થાને છે જે ઝડપી નિર્ણયો, ઊંડી ગ્રાહક સૂઝ અને સ્કેલ પર વધુ વ્યક્તિગત જોડાણને સક્ષમ બનાવે છે. ગોદરેજ કેપિટલ આ ક્ષેત્રમાં એક બોલ્ડ ઇનોવેટર તરીકે ઉભરી આવે છે અને મજબૂત ગ્રાહક-પ્રથમ સિદ્ધાંતોને ડિજિટલ-પ્રથમ માનસિકતા સાથે જોડે છે.
તેઓ ફક્ત ભારતના એમએસએમઈ માટે જ નહીં પરંતુ દેશના વિકાસને વેગ આપતા દરેક ઉધાર લેનાર વ્યક્તિ, ઉદ્યોગસાહસિક અને ઘર માટે ક્રેડિટ ડિલિવરીની પુનઃકલ્પના કરે છે ત્યારે અમને એકીકૃત, એઆઈ-સંચાલિત પ્લેટફોર્મ સાથે તેમની સફરને સમર્થન આપવાનો ગર્વ છે જે સમાવેશક વિકાસની આગામી સીમાને અનલોક કરવા માટે ડેટા, બુદ્ધિમત્તા અને ગતિને એકસાથે લાવે છે.
ડેલોઇટ ઈન્ડિયાના પાર્ટનર અશ્વિન બલ્લાલે (Ashwin Ballal, Partner, Deloitte India) ઉમેર્યું હતું કે આ મહત્વાકાંક્ષી પરિવર્તન પર ગોદરેજ કેપિટલ સાથે ભાગીદારી કરવાનો અમને આનંદ છે. સેલ્સફોર્સના એઆઈ સંચાલિત પ્લેટફોર્મ્સનું એકીકરણ અને ગોદરેજ કેપિટલનું ડિજિટલ-ફર્સ્ટ વિઝન ભારતમાં ધિરાણના અનુભવોને ફરીથી આકાર આપવાની એક જબરદસ્ત તક રજૂ કરે છે. અમારું આ ક્ષેત્રે રહેલું ઊંડું જ્ઞાન, પુરવાર થયેલી અમલીકરણ ક્ષમતાઓ અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ ગોદરેજ કેપિટલને એક ચપળ, વિસ્તારી શકાય તેવા અને ભવિષ્ય માટે તૈયાર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે જે વ્યવસાય પર વાસ્તવિક અસર ઊભી કરશે.