Western Times News

Gujarati News

વડોદરામાં નવી ડ્રેનેજ લાઈન અને રીપેરીંગ સહિતના કામે વહીવટી તંત્રએ રૂ.૪ કરોડ વધુ માંગ્યા

પ્રતિકાત્મક

મૂળ ટેન્ડર મંજૂર અને ભાવો પ્રમાણે આ વાર્ષિક કોન્ટ્રાક્ટમાં વધારાના રકમના કામો કરવા માટે કોન્ટ્રાક્ટરની સંમતિ માગવામાં આવી હતી

વડોદરા, વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં પાલિકા દ્વારા આગામી એક વર્ષ માટે નવી ડ્રેનેજ લાઈન રીપેરીંગ સહિતના કામે કોન્ટ્રાક્ટરે નેટ અંદાજથી ૧૮ ટકા ઓછા મુજબ રૂ.૮ કરોડની નાણાકીય મર્યાદાના મંજૂર થયેલા વાર્ષિક કોન્ટ્રાક્ટ પેટે રૂ.૪ કરોડ વધારે આપવાની દરખાસ્ત સામે પાલિકા સ્થાયી સમિતિએ નાણાકીય મર્યાદા ઘટાડીને રૂ.૨ કરોડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના પશ્ચિમ ઝોનમાં પાલિકા દ્વારા એક વર્ષ માટે નવી ડ્રેનેજ લાઈન રીપેરીંગ સહિત નાખવાની કામગીરી હેઠળ ૨૦૨૪-૨૫માં રૂપિયા પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં કામગીરી કરવા માટેના યુનિટ રેટ મુજબ અંદાજથી ૧૮ ટકા ઓછા ભાવ પત્રને સ્થાયી સમિતિની મંજૂરી મળી હતી. જેથી કોન્ટ્રાક્ટર મે. રીધમ કન્સ્ટ્રક્શન અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

જેની મર્યાદા ૮-૮-૨૮ ના પૂરી થવાની છે ત્યારબાદ વાર્ષિક ઇજારા પેટે નાણાકીય મર્યાદા રૂપિયા ૩ કરોડનો સ્થાયી સમિતિ દ્વારા ઠરાવ થયો હતો. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને પુરવણી ઓર્ડર આપવામાં આવ્યો હતો હાલ પશ્ચિમ ઝોનમાં કુલ રૂપિયા ૮ કરોડના વાર્ષિક કોન્ટ્રાક્ટર પેટે ૭,૯૯,૬૧,૫૨૪નો અંદાજિત ખર્ચ નોંધાયો હતો.

આગામી ચોમાસા દરમિયાન ઝોનની જરૂરિયાતને ધ્યાને લેવાનું અને હાલની વાર્ષિક કોન્ટ્રાક્ટની નાણાકીય મર્યાદામાં રૂપિયા ૪ કરોડની નાણાકીય મર્યાદા વધારવાની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. મૂળ ટેન્ડર મંજૂર અને ભાવો પ્રમાણે આ વાર્ષિક કોન્ટ્રાક્ટમાં વધારાના રકમના કામો કરવા માટે કોન્ટ્રાક્ટરની સંમતિ માગવામાં આવી હતી. જેથી કોન્ટ્રાક્ટરે રૂપિયા ચાર કરોડ વધારાના કામો માટે ડ્રેનેજ-ગટર પ્રોજેક્ટ અંગે મંજૂરી આપી હતી પરંતુ આ ઝોન માટે નવી ડ્રેનેજના લાઈન નાખવાના કામનો નવો કોન્ટ્રાક્ટ નક્કી કરવા માટે ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા.

જેથી પશ્ચિમ ઝોન વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન રીપેરીંગ સહિતની નાખવા નહીં કામગીરીઓ હાથ ધરી શકાય એવા હેતુથી નવો વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર થાય ત્યાં સુધી હાલની વાર્ષિક કોન્ટ્રાક્ટની નાણાકીય મર્યાદામાં રૂપિયા ૪ કરોડનો વધારો કરવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.

પરિણામે પશ્ચિમ ઝોનમાં પાલિકા દ્વારા આગામી એક વર્ષ માટે નવી ડ્રેનેજ લાઈન રીપેરીંગ સહિત નાખવાના કામે કોન્ટ્રાક્ટર મે. રીધમ કન્સ્ટ્રક્શનના નેટ અંદાજિત ૧૮ ટકા ઓછા મુજબ કુલ ૮ કરોડની નાણાકીય મર્યાદાના મંજૂર થયેલા વાર્ષિક ઇજારા પેટે રૂપિયા ૪ કરોડના બદલે રૂપિયા બે કરોડ વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.