સોશિયલ મિડીયા થકી કિશોર સાથેની મિત્રતા યુવતીને ભારે પડી

સોશિયલ મીડિયા થકી કિશોરીને નરાધમે ફસાવી હતી નરાધમના મિત્ર પણ સતત વિડિઓ વાયરલ કરવાની ધમકી આપતો હતો
ફાર્મ હાઉસમાં કેફી પ્રદાર્થ પીવડાવી ૧૬ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ
સુરત, વરાછાની એક કિશોરીને તેના મિત્રો મારફતે સંપર્કમાં આવેલા એક યુવકે, ફરવાના બહાને ફાર્મ હાઉસમાં લઈ જઈને પ્રથમ કિશોરીને નશીલો પદાર્થ પીવડાવ્યો હતો.
ત્યારબાદ અર્ધબેભાન હાલતમાં બીભત્સ ફોટા અને વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ ફાર્મ હાઉસમાં લઇ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
યુવકના મિત્રએ પણ સોશિયલ મીડિયા મારફતે જો આ અંગે કોઈને કહેશે તો તને જાનથી મારી નાંખશે એવી ધમકી આપી હતી. આખરે કિશોરીએ હિંમત કરી વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જે બનાવવામાં પોલીસે ફરિયાદના આધારે બે પૈકી હાર્દિક કાછડ નામના આરોપીની ધરપકડ કરી છે.
સુરતના વરાછામાં રહેતી ૧૬ વર્ષીય કિશોરી તેના મિત્રો મારફતે વરાછા સીતાનગર ઈશ્વર નગર સોસાયટીમાં રહેતા હાર્દિક ઘુસાભાઇ કાછડના સંપર્કમાં આવી હતી. હાર્દિકે તેની સાથે વાતચીત કરી મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ કિશોરીને પોતાની વાતોમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. હાર્દિક તેને ફરવાના બહાને ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો, જ્યાં કિશોરીને નશીલા પદાર્થવાળું પીણું પીવડાવી દીધું હતું.
કિશોરી અર્ધબેભાન થઈ જતા તેના બીભત્સ ફોટાઓ પાડી, મોબાઈલમાં વિડીયો ઉતારી લીધા હતા. આ ફોટો, વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ હાર્દિકના મિત્ર સની નામના યુવકે કિશોરીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી આ વાતની જાણ ઘરે કે પોલીસને કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ સંદર્ભે કિશોરીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જે બનાવવામાં વરાછા પોલીસે બે પૈકી હાર્દિક કાછડ નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે શનિ ની પોલીસે શોધખોળ હાથ ધરી છે.