Western Times News

Gujarati News

અસારવાના નવા ૪ લેનના ઓવરબ્રિજના નિર્માણ માટે રૂ. ૩૩.૯૪ કરોડનો પ્રોજેક્ટ મંજૂર

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરના મધ્યમ ઝોનમાં આવેલા અસારવા વિસ્તારમાં આવેલ જૂના ત્રણ લેનના રેલવે ઓવરબ્રિજને તોડી તેનો સ્થાને નવા આધુનિક સુવિધાઓ યુક્ત ચાર લેનના ઓવરબ્રિજનું બાંધકામ કરવામાં આવશે.

આ બ્રિજ આગામી સમયમાં ટ્રાફિકના દબાણને સહન કરવા સક્ષમ બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રેલવે વિભાગના સંયુક્ત ભાગીદારીથી નવી યોજના મંજૂર કરવામાં આવી છે. આ નવો ઓવરબ્રિજ માત્ર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ નહીં પરંતુ શહેરના વ્યસ્ત માર્ગ વ્યવહારને સરળ બનાવવા માટે મોટું પગલું સાબિત થશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ આ નવા ઓવરબ્રિજના બાંધકામ માટે અંદાજિત કુલ ખર્ચ રૂ. ૩૩.૯૪ કરોડનો રહેશે. તેમાં શહેર મહાનગરપાલિકા દ્વારા ૨૫ ટકા ફાળો આપવામાં આવશે, જ્યારે બાકીના ૭૫ ટકા ખર્ચનું વહન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવશે. નાણાંકીય ભાગીદારીને અનુરૂપ હેઠળના બજેટમાંથી રૂ. ૩૦ લાખની તાત્કાલિક ફાળવણી પણ છસ્ઝ્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે.

નવા ઓવરબ્રિજના નિર્માણ માટે ડિઝાઇન અને ટેક્નિકલ વિગતો R&B ડિઝાઇન સર્કલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. દરેક પિયર માટે અલગ માપ ધરાવતી રચનાઓ સ્વીકારવામાં આવી છે. ઉદાહરણ તરીકે, પિયર PA-1 માટે એડગા તરફ ૧૮.૬૦ મીટર, જ્યારે અસારવા તરફ ૨૦.૭૯૧ મીટરની લંબાઈ રહેશે. પિયર PA-1 અને PA-2 માટે આશરવા તરફ તથા પીયર્સના સિવિલ સાઇડ માટે પણ અલગ લંબાઈ અને ઊંચાઈ નક્કી કરવામાં આવી છે.

બ્રિજના બંને અંતે અપ્રોચ માર્ગો માટે પણ ૧૮.૬૦ મીટર પહોળાઈ સુધીની વ્યવસ્થા રાખવામાં આવી છે. મુખ્ય પીયર માટે ૬.૭૫ મીટરના વ્યાસની ઇઝ્રઝ્ર બેઝ સ્ટ્રક્ચર નિર્માણ કરવામાં આવશે.

ટેન્ડર પ્રક્રિયા માટે પદ્ધતિ અપનાવવામાં આવશે. ઇઇઝ્ર, રાજકોટ એજન્સી દ્વારા ટેન્ડર પ્રક્રિયા માટેની સર્વિસ આપવામાં આવશે. કામગીરી શરૂ થયા બાદ પ્રથમ બિલની ચુકવણી પછી કોન્ટ્રાક્ટર માટે પાંચ વર્ષ સુધી ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ ફરજિયાત રહેશે. આમ કામગીરીની ગુણવત્તા પર સતત મોનિટરિંગ રહે તે માટે ત્રિસ્તરીય વ્યવસ્થા રાખવામાં આવી છે.

ઓવરબ્રિજના તોડફોડ અને નવા બાંધકામ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાનું ચોકસાઇથી આયોજન કરવામાં આવશે. ખાસ કરીને પીક અવર્સમાં ટ્રાફિક અવરોધ ન થાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન, નાઇટ વર્ક અને તાત્કાલિક રસ્તા સુધારણા જેવી વ્યવસ્થાઓનો અમલ કરાશે. પોલીસ વિભાગ અને છસ્ઝ્ર સાથે સંકલનથી સમગ્ર કામગીરી યોજાશે. બ્રિજ તોડવા માટે ખાસ મશીનરી અને સેફ્‌ટી ગાઇડલાઇન્સ અંતર્ગત તમામ પગલાં લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.