Western Times News

Gujarati News

નડીયાદના ૫ કિ.મી રસ્તા પર ૮૦ મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરી પેચ વર્ક કરાયું

(માહિતી) નડિયાદ, રાજ્યના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગો પર અગવડ ન પડે તે માટે મરામતની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને ખેડા જિલ્લામાં નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વિવિધ રસ્તાઓને રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

જે પૈકી આજરોજ આજે નડીયાદ શહેરના ૫ કિ.મી રસ્તા પર ૮૦ મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરી પેચ વર્ક કરવામાં આવ્યું છે. જેમાં સંતરામ ડેરી રોડ પાછળ ઝલક પોલીસ ચોકીથી કાળકા માતા મંદિર સુધીનો રસ્તો વેટ મિક્ષ નાખીને મોટરેબલ કરવામાં આવ્યો હતો. અહી અગાઉ ગટર લાઈનના કામકાજ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી હતી તેમજ વરસાદના પગલે રોડ રસ્તા બગડતા આજ રોજ તત્કાળ મહાનગરપાલિકા દ્વારા આ માર્ગના ખાડાઓનું પુરાણ કરીને માર્ગ મરામત કરવામાં આવેલ છે.

આ સાથે શહેરમાં અન્ય વિસ્તારો જેવા કે માઇમંદિર રોડ, કપડવંજ રોડ વિસ્તાર, મરીડા દરવાજા વિસ્તારોમાં કુલ ૫ કિ.મી રસ્તા પર પેચ વર્ક કરવામાં આવ્યું છે. જેમાં ૮૦ મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના કમિશનરશ્રી જી.એચ.સોલંકી દ્વારા જણાવાયું છે કે,” નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના અંદાજિત ૨૯ કિ.મીના વિવિધ રસ્તાઓમાં ૬૭૦ મેટ્રિક ટન વેટ મિક્સથી ખાડાઓનું પુરાણ કરાયું છે. આ કામગીરીના ભાગરુપે શહેરમાં વિવિધ માર્ગોના મરામતની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા આ કામગીરી પ્રગતિ હેઠળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.