પાકે. ભારત પાસે યુદ્ધવિરામની ભીખ માંગી હતીઃ PCI રિપોર્ટ

ઈસ્લામાબાદ, ભારત સામે મે મહિનામાં ચાર દિવસ સુધી ચાલેલા લશ્કરી ઘર્ષણ બાદ પાકિસ્તાનની સેનાએ યુદ્ધવિરામની અપીલ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો ઈસ્લામાબાદ સ્થિત થિંક ટેન્કે કર્યાે છે.
પાકિસ્તાન-ચાઈના ઈન્સ્ટિટ્યૂટ (પીસીઆઈ)ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઓપરેશન સિંદૂર રોકવા માટે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ)એ ભારતીય સમકક્ષ અધિકારીનો સંપર્ક કર્યાે હતો. રિપોર્ટ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવ્યાના દાવાનું સુરસુરિયું થઈ ગયું હતું.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, બંને પાડોશી દેશો વચ્ચે લશ્કરી ઘર્ષણ દરમિયાન ટ્રમ્પના મધ્યસ્થીના પ્રયત્નોથી અમેરિકાની પ્રતિષ્ઠાને પણ ધક્કો લાગ્યો છે.‘દક્ષિણ એશિયાને નવો આકાર આપનારા ૧૬ કલાક’ શિર્ષક સાથે જાહેર કરાયેલા રિપોર્ટમાં મુખ્ય પાંચ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ટ્રમ્પના મધ્યસ્થીના પ્રયાસોથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ટ્રમ્પની રણનીતિને નુકસાન થયું છે.
ટ્રમ્પે ભારત અને પાક. સાથે એક સમાન વ્યવહાર કર્યાે અને કાશ્મીર મામલે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. આ વલણથી પ્રાદેશિક સ્થિરતાની બાબતમાં ચીનની ભૂમિકામાં વધારો થયો છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર દક્ષિણ એશિયામાં યુએસનું પ્રભુત્વ જાળવવામાં નિષ્ફળ રહ્યું છે. પીસીઆઈ રિપોર્ટમાં અમેરિકાએ તેના સહયોગી ભારતનું સમર્થન કરવાને બદલે સોશિયલ મીડિયામાં મધ્યસ્થીની જાહેરાતને રાજદ્વારી ભૂલ ગણાવાઈ હતી.
કાશ્મીર મામલે યુએસની મધ્યસ્થીની ઓફરથી પાક.ના મુખ્ય સમર્થક ચીનનો પ્રભાવ વધ્યો હતો જેનાથી ટ્રમ્પની વૈશ્વિક નેતાની છબિ ખરડાઈ હતી અને વિલન તરીકે પ્રસ્થાપિત થઈ હતી.SS1MS