Western Times News

Gujarati News

પ્લેન ક્રેશમાં પાયલટ્‌સને વિલન ના ઠેરવો: આઈસીપીએ

મુંબઈ, અમદાવાદમાં ૧૨ જૂને ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનનો પ્રાથમિક તપાસ રિપોર્ટ શનિવારે જાહેર થયો હતો. ભારતીય વ્યવસાયિક પાયલટ સંગઠન એ આ રિપોર્ટને આધારે કરાતા દાવા અંગે નારાજગી દર્શાવી છે.

આઈસીપીએના મતે ફક્ત પ્રાથમિક રિપોર્ટને આધારે વિમાનના પાયલટ્‌સને વિલન ઠેરવવા જોઈએ નહીં. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૧૭૧ના ક્› સભ્યોએ કટોકટીની પરિસ્થિતિમાં તેમને અપાયેલી તાલીમ અને જવાબદારી સાથેનું વર્તન કર્યું હતું.

આ ઉપરાંત પાયલટે આત્મઘાતી પગલું ભર્યું હોવાના ગણગણાટને પણ આ સંગઠને ફગાવતા અનુમાનના આધારે પાયલટને બદનામ નહીં કરવા અપીલ કરી હતી. જ્યાં સુધી અંતિમ રિપોર્ટ જાહેર ના થાય ત્યાં સુધી અફવાઓ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં તેમ સંગઠને ઉમેર્યું હતું. ભારતીય એરલાઈન પાયલટ્‌સ સંગઠને પણ નિષ્પક્ષ અને તથ્યો આધારિત તપાસની માગ કરી હતી.

એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી)એ શનિવારે અમદાવાદ-ગેટિ્‌વક (લંડન) જતી ફ્લાઈટનું વિમાન મોડલ બોઈંગ ૭૮૭-૮ દુર્ઘટનાગ્રસ્ત થયું તેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કર્યાે હતો. ૧૫ પાનાનાં આ રિપોર્ટમાં જણાવાયું હતું કે, વિમાને ઉડાન ભર્યાની થોડી જ ક્ષણમાં બંને એન્જિનમાં ઈંધણ પુરવઠો પહોંચતો અટક્યો હતો.

ફ્યુઅલ સ્વીચ બંધ કરાતા પ્લેન નીચે ધસી ગયા બાદ ક્રેશ થયું હતું. કોકપિટ વોઈસ રેકો‹ડગમાં અજ્ઞાત પાયલટ બીજાને સવાલ પૂછે છે કે, શા માટે ઈંધણ પુરવઠો અટકાવ્યો, જ્યારે બીજાએ તેણે આમ નહીં કર્યું હોવાનું જણાવ્યું હતું.

સંગઠને વધુમાં જણાવ્યું કે, પાયલટને વ્યાપક મનોવૈજ્ઞાનિક તથા વ્યવસાયિક તપાસમાંથી પસાર થવું પડે છે તથા તેમને સતત તાલીમ અપાય છે અને સુરક્ષા, જવાબદારી તથા માનસિક ફિટનેસના સર્વાેચ્ચ ધોરણો હેઠળ તેઓ કામ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.