ડીઈઓની નોટિસ બાદ આ સ્કુલોના ૧૧ શિક્ષકોને ઘરભેગા કરાયા

સ્કૂલના શિક્ષકો દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવતા હોવાની ડીઈઓને ફરિયાદ મળતા કાર્યવાહી કરાઈ
અમદાવાદ, અમદાવાદની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો પણ ટ્યુશન કરતા હશે તો તેમની ખેર નથી. નોન ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવતા હોવાની અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્યને ફરિયાદ મળતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે. ડીઈઓ અમદાવાદ ગ્રામ્યએ આ મામલે શાળાઓને નોટિસ ફટકારતા શાળાના સંચાલકોએ ૧૧ શિક્ષકોને ઘરભેગા કર્યા છે.
ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલકોની એજ્યુકેશન ગ્રુપે ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવી રહી હોવાની ડીઈઓને ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં શિક્ષકો વિદ્યાર્થીઓને દબાણ કરીને તે ટ્યુશન ચલાવે છે તે પણ જણાવવામાં આવ્યું હતું તેમજ સ્કૂલ અને શિક્ષકના નામ સાથેની ડીએલઓ કચેરીએ ફરિયાદ કરવામાં આવી હતી.
ફરિયાદ મળતા જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જે મામલે અમદાવાદ ગ્રામ્ય કચેરી દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. જે શાળાઓના શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવતા હતા કે વિદ્યાર્થીઓના ટ્યુશન કરતા હતા તે સ્કૂલમાં જઈને પણ તપાસ કરવામાં આવી છે. જે અંતર્ગત કેટલીક સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી હતી. ડ્ઢઈર્ંએ સ્કૂલને જાણ કરતા સ્કૂલના સંચાલકો દ્વારા તાત્કાલિક ૧૧ જેટલા શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે.
આ સ્કૂલના શિક્ષકો સામે કાર્યવાહી
– એસ.એસ ડિવાઇન
– અંબિકા સ્કૂલ
– તિરુપતિ સ્કૂલ
– સ્વામિનારાયણ સ્કૂલ
– સુપર ઈંÂગ્લશ સ્કૂલ
– કે.આર રાવલ સ્કૂલ
જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામ્ય કૃપા જહાએ જણાવ્યું કે અમને શિક્ષકોના નામ સાથે ફરિયાદ મળી હતી. તપાસ કરતા સ્કૂલોને તેમના શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવે છે એવી જાણ થતાં અલગ અલગ સ્કૂલોના સંચાલકોએ જ શિક્ષકોને છૂટા કરી દીધા છે. આગામી દિવસમાં હજુ પણ તપાસ ચાલુ રહેશે.