Western Times News

Gujarati News

ચેતવણીરૂપ કિસ્સો: સ્તનપાન બાદ ૨ મહિનાની બાળકીનું મોત: માતાનો કલ્પાંત

પ્રતિકાત્મક

પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીનું મોત દૂધ ગળામાં ફસાઈ જવા અથવા શ્વાસ અવરોધાવાને કારણે થયું હોવાની આશંકા છે

સુરત, સુરતથી માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૨ મહિનાને સ્તનપાન કરાવ્યા બાદ માતા સૂઇ ગઇ હતી અને સવારે ઉઠીને જોયું તો એકની એક દીકરીનું મોત નીપજતાં આધાતમાં સરી પડી હતી.

બાળકીનું અવસાન થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બાળકીના માતાના હૃદયદ્રાવક કલ્પાંતથી વાતાવરણ ગમગીન બન્યું હતું. બાળકીને પોસ્ટમોર્ટ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ કારણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન ખાતે મૂળ બિહાર રહેવા સંજિત પાસવાનની ૨ માસની દીકરીને માતાએ રાત્રે સ્તનપાન કરાવ્યું હતું. ત્યારબાદ માતા સુઇ ગઇ હતી અને બાળકી રમતી હતી. સવારે માતા ઉઠી તો દીકરી બેભાન અવસ્થામાં જોવા મળી હતી.

તાત્કાલિક બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે માતા પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેમનો હૃદયદ્રાવક કલ્પાંત વાતાવરણમાં છવાઈ ગયો હતો. પરિવારજનો પણ આ આઘાતને સહન કરી શકતા નથી.

પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીનું મોત દૂધ ગળામાં ફસાઈ જવા અથવા શ્વાસ અવરોધાવાને કારણે થયું હોવાની આશંકા છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે.

આ ઘટનાએ સ્તનપાન કરાવતી માતાઓ માટે એક ગંભીર ચેતવણી સમાન છે. તબીબો દ્વારા સલાહ આપવામાં આવે છે કે સ્તનપાન કરાવતી વખતે બાળકના માથાને સહેજ ઊંચું રાખવું જોઈએ અને દૂધ પીવડાવ્યા બાદ તરત જ બાળકને સુવડાવવાને બદલે થોડીવાર સીધું પકડી રાખવું જોઈએ, જેથી દૂધ નીચે ઉતરી જાય અને ગળામાં ફસાઈ ન જાય. આ ઉપરાંત, બાળકને સ્તનપાન કરાવતી વખતે માતાએ સંપૂર્ણ જાગૃત અવસ્થામાં રહેવું હિતાવહ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.