1500 કમાવવાની લાલચે યુવકોએ નાણાં ગુમાવ્યા

ચાઈનીઝ ગેંગ સાથે મળીને લોકો સાથે ઠગાઈ આચરનારા ૩ પકડાયા -અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે રોજના ૧૫૦૦થી ૩૦૦૦ રૂપિયા કમાવવાની લાલચ લોકોને આપતા હતા
સુરત, સુરતમાં છેતરપિંડી આચરતા લોકોની પોલીસે ઝડપ્યા છે. સુરત રેન્જ ૈંય્, સાયબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. ચાઈનીઝ ગેંગ સાથે મળીને છેતરપિંડી કરનારા ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
અગાઉ ૫ આરોપીને સાયબર પોલીસે ઝડપી પાડ્યા હતા. ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ડ્ઢન્હ્લ કંપની બનાવતા હતા અને અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટસની ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા.
અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે રોજના ૧૫૦૦થી ૩૦૦૦ રૂપિયા કમાવવાની લાલચ લોકોને આપતા હતા. આ આરોપીઓએ લોકોને વિશ્વાસમાં લઈ ૧૪.૮૦ લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ છેતરપિંડીના રૂપિયા ચાઈનીઝ ગેંગ સાથે મળીને પડાવતા હતા.
હાલ સમગ્ર મામલે રેન્જ આઈજી સાયબર ક્રાઈમ પોલીસે બેન્ક ખાતુ ભાડે આપનાર, બેન્ક ખાતાની કીટ અને સીમકાર્ડ મેળવી આપનાર એજન્ટની ધરપકડ કરી લીધી છે.
સાયબર ફ્રોડ કરતી ચાઈનીઝ ગેંગ સાથે મળી ક્રિપ્ટોનું વેચાણ કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનાર આરોપીઓ મળીને કુલ ૮ આરોપી સાથેના નેટવર્કને સાયબર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૪ મોબાઈલ ફોન, ૪૭ બેન્કના ક્રેડિટ કાર્ડ અને ૬ જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.