વિજયનગરના દઢવાવમાં સરપંચ ચંદ્રિકાબેન ડામોરનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગર તાલુકામાં દઢવાવમાં સરપંચ ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોરનો અભિવાદન કાર્યક્રમ સાસદ રમીલાબેન બારા અને સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો
ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દેશના છેવાડાના અને નાનામાં નાના માણસની ચિંતા કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ લોકોને અપાવવાની ઉત્તરદાયિત્વ ગ્રામ પંચાયતના સરપંચ ને ચૂંટાયેલા સભ્યોના શિરે છે.
પાલ ગ્રામ પંચાયતમાંથી વિભાજીત થયેલી દઢવાવ પંચાયતના નવ નિર્વાચીત સરપંચ ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોરનો અભિવાદન આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા અશ્વિનભાઈ કોટવાલે નરેન્દ્રભાઈ મોદી સરકાર ની પ્રજાલક્ષી યોજનાની માહિતી આપી હતી.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી, પક્ષ પ્રમુખ ડૉ પરેશભાઈ પટેલ, મહામંત્રી કિરીટભાઈ સડાત પૂર્વ પ્રમુખ મયુરભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં હતા સંચાલન પ્રગતિ વિદ્યાલયના આચાર્ય જયંતીભાઈ પટેલે કર્યું હતું. આભાર વિધિ ભાજપ અધ્યક્ષ ડૉ.પરેશ પટેલે કરી હતી.