હરિયાણામાં ત્રણ માસમાં ૧૧૫૪ ગર્ભપાત, ૫૬ આશાવર્કરોને નોટિસ

પ્રતિકાત્મક
ચંડીગઢ, હરિયાણામાં આરોગ્ય વિભાગના તમામ પ્રયાસો અને દેખરેખ છતાં ગર્ભમાં જ દિકરીઓની હત્યા અટકી રહી નથી. તાજેતરમાં આવેલા રિપોર્ટમાં એક ચોંકવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ રાજ્યમાં ત્રણ મહિનામાં ૧૧૫૪ ગર્ભવતી મહિલાઓએ ગર્ભપાત કરાવ્યા છે. એમાંથી મોટાભાગના મામલામાં ભ્›ણ દિકરીઓના હોવાના કારણે ગર્ભપાત કરાવવામાં આવ્યા છે.
હરિયાણા સરકારે ગર્ભવતી મહિલાઓની દેખરેખ માટે કાર્યરત ૫૬ આશા વર્કરોને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ આશા વર્કરોનું કામ હતું કે એ ગર્ભવતી મહિલાઓની સાથે નિરંતર સંપર્કમાં રહે અને તેમને ‘સખી’ની જેમ સમજાવીને દેખરેખ રાખે. પરંતુ રિપોર્ટ મુજબ, આશાવર્કરોએ પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવી નથી, જેના કારણે દેખરેખમાં ગંભીર ચૂક થઈ છે.
આ રિપોર્ટ આવ્યા પછી આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે.અધિકારીઓનું કહેવું છે કે હવે દરેક ગર્ભવતી મહિલાની દેખરેખ વધુ ચુસ્ત રીતે રખાશે. જરુરિયાત ઊભી થશે તો કાયદા પ્રમાણે પોલીસની મદદ પણ લેવાશે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે, આશા વર્કરો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતી અને અન્ય સ્ત્રોતથી પ્રાપ્ત થયેલા આંકડામાં મોટું અંતર જોવા મળ્યું છે. વિભાગની એક ટીમ ગુપ્ત રીતે કામ કરી રહી છે, જેથી વાસ્તવિક આંકડાના આધારે કાર્યવાહી કરી શકાય. આ ખુલાસા પછી આરોગ્ય વિભાગે હેડક્વાર્ટરની ટીમોને એલર્ટ કરી દીધી છે.SS1MS