છૂટાછેડાના મામલામાં પત્નીના કોલ રેકોર્ડિગને પુરાવો ગણી શકાયઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક મામલામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, પત્નની જાણકારી વગર કોલ રેકો‹ડગનો લગ્ન સંબંધિત વિવાદમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ સાથે સુપ્રીમ કોર્ટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટનો એ ચુકાદો ફગાવી દીધો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવું કરવું (કોલ રેકો‹ડગ) પત્નીના પ્રાઇવસી અધિકારનો ભંગ છે અને તેને પુરાવા તરીકે માની શકાય નહીં.
આ સાથે સુપ્રીમે એમ પણ ઉમેર્યું કે, લગ્નજીવનમાં પ્રાઇવસીનો અધિકાર પૂર્ણ થઈ શકે નહીં. ઈન્ડિયન એવિડેન્સની કલમ ૧૨૨ અંતર્ગત પતિ-પત્નીની વચ્ચે વાતચીતને કોર્ટમાં જાહેર કરી શકાય નહીં, પરંતુ તલાક જેવા મામલામાં અપવાદ માની શકાય છે.
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે કહ્યું કે, અમે માનતા નથી કે આ મામલામાં પ્રાઇવસીના અધિકારનો કોઈ ભંગ થયો છે. કલમ ૧૨૨ ફક્ત પતિ-પત્નીની વચ્ચે વાતચીતને ગુપ્ત રાખવાની માન્યતા આપે છે, પરંતુ આ પ્રાઇવસીના બંધારણીય અધિકાર(કલમ ૨૧)થી જોડાયેલો નથી.
ઉલ્લેખનીય છે કે, આ કેસ ભટિંડાની એક ફેમિલી કોર્ટથી શરૂ થયો હતો, જ્યાં પતિએ પત્નીની વાતચીતના કોલ રેકો‹ડગના આધાર પર છૂટાછેડાની અરજી આપી હતી. કોર્ટે કોલ રેકો‹ડગને પુરાવા તરીકે માની લીધું હતું. પત્નીએ આ નિર્ણયને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં પડકાર્યાે હતો. હાઈકોર્ટે આને પ્રાઇવસીનો ભંગ ગણ્યો અને કહ્યું કે આ રેકો‹ડગને પુરાવા તરીકે માની શકાય.
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અને અન્ય ચુકાદાઓનો હવાલો આપીને કહ્યું કે, પતિ-પત્નીની અંગત વાતચીતનું ગુપ્ત રીતે રેકો‹ડગ કરવું કાયદાકીય રીતે ખોટું છે.
પતિના વકીલે કહ્યું કે પ્રાઇવસીનો અધિકાર મર્યાદિત છે અને તેને અન્ય બંધારણીય અધિકારોની સાથે સંતુલિત કરવો જોઈએ. લગ્નજીવનના વિવાદોમાં ઘણા મામલામાં એવી ઘટના બને છે, જે ફક્ત પતિ-પત્નીની વચ્ચે જ બને છે અને કોઈ સાક્ષી હોતુ નથી. એવામાં ટેકનોલોજીની મદદથી એકત્ર કરાયેલા પુરાવા જરૂરી બની જાય છે.SS1MS