Western Times News

Gujarati News

મુંબઇમાં ધોધમાર વરસાદ, અંધેરી સબ વે બંધ કરાયો

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. સતત થઇ રહેલા વરસાદને કારણે વેસ્ટર્ન મુંબઇના નીચલા વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ અને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ રસ્તા પાણી પાણી થયા છે. વેસ્ટર્ન મુંબઇના અંધેરી વેસ્ટર્ન વિસ્તારમાં સ્થિતિ વધારે ખરાબ છે..

અંધેરી સબવે, જે નીચાણવાળા વિસ્તારમાં આવે છે. ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. પ્રશાસન અનુસાર સબવેમાં લગભગ ૪-૫ ફૂટ પાણી ભરાયુ છે પરિણામે વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. વાહનચાલકોને વૈકલ્પિર રસ્તેથી અવરજવર કરવી પડેછે. ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ તહેનાત કરાયા છે.

ભારે વરસાદને કારણે ફ્લાઇટ્‌સ પણ પ્રભાવિત થઇ છે. ઇન્ડિયોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદને કારણે ફ્લાઇટ શિડ્યૂલ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. યાત્રિકોને અપીલ કરી છે કે તેઓ ફ્લાઇટની સ્થિતિ એપ પર ચકાસે પછી જ મુસાફરી કરે. મુબંઇ પોલીસ વરસાદી માહોલને લઇને ખડપગે જોવા મળી છે.

૧૦૦, ૧૧૨ અથવા ૧૦૩ પર નંબર જાહેર કરાયો છે. મુશ્કેલીના સમયમાં પોલીસને આ નંબર પર ફોન કરીને મદદ મેળવી શકો છો. પોલીસે તેના સત્તાવાર ઠ હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું છે કે મુંબઈ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નાગરિકોને દરિયાકિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા વિનંતી છે. સાથે જ કહ્યું કે અમારી ટીમ સતર્ક છે અને કોઈપણ કટોકટીમાં મદદ કરવા માટે તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.