એલ.જી.હોસ્પિટલ કેમ્પસમાં આઠ માળનું ગેરકાયદેસર બાંધકામ

File Photo
મ્યુનિ. ટાઉન પ્લાનીંગ વિભાગ તરફથી પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં આઠ માળનું બાંધકામ થઈ ગયું
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પરવાનગી વિના થતા બાંધકામને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે અને તેની સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાયદેસર કાર્યવાહી પણ થાય છે. કેટલાક કિસ્સામાં આવા બાંધકામને તોડી પાડવામાં પણ આવે છે પરંતુ આ નિયમો માત્ર નાગરિકો માટે જ અમલી હોય તેમ લાગી રહયું છે તેનું મુખ્ય કારણ એ છે કે પૂર્વ વિસ્તારમાં બની રહેલ શારદાબેન હોસ્પિટલમાં પરવાનગી ન મળી હોવા છતાં આઠ માળનું બાંધકામ થઈ ગયું છે.
તેવી જ રીતે મણિનગર વિસ્તારની એલ.જી.હોસ્પિટલમાં પણ હજી બાંધકામ પરવાનગી મળી નથી તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશને ૮ માળ બાંધી દીધા છે અને હવે ૯માં માળના બાંધકામ માટે તૈયારીઓ ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલ કેમ્પસના જુના અને જર્જરિત બાંધકામને તોડી તેના સ્થાને નવી બિલ્ડીંગ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેના માટે રૂ.૧૬૦ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતાં. જેનો ખર્ચ વધીને હાલ લગભગ રૂ.ર૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે આ હોસ્પિટલ કે જેમાં ૮ માળનું બાંધકામ થવાનું હતું તે બાંધકામ પૂર્ણ તો થઈ ગયું છે
રંતુ હજી સુધી મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગ તરફથી તેને બાંધકામ રજાચીઠ્ઠી (પરવાનગી) મળી નથી. આમ મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, કોન્ટ્રાકટર અને કન્સલટ્રન્ટ દ્વારા સરેઆમ બાંધકામ કરવામાં આવી રહયું છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. અહીં રજાચીઠ્ઠી ન મળવાનું મુખ્ય કારણ પા‹કગનો છે.
એલ.જી.હોસ્પિટલ માટે સેલર, ગ્રાઉન્ડ ફલોર તેમજ ૧ થી ૯ માળ સુધીના બાંધકામના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ૧,૧૧,૭૪૦ કુલ એફએસઆઈ છે સદર બિલ્ડીંગમાં હયાત અને પ્રપોઝ એફએસઆઈની ગણતરી કરતા કુલ ૩૮૮૩ર ચો.મી.નું પા‹કગ હોવું ફરજીયાત છે. પરંતુ તેની સામે ૩૪૮૩૮ ચો.મી.નું જ પા‹કગ દર્શાવવામાં આવ્યું છે તેથી અંદાજે ૪ હજાર ચો.મી. પા‹કગ ઓછુ થાય છે.
આ ઉપરાંત હવે ૯મો માળ પણ બનાવવામાં આવી રહયો હોવાથી પા‹કગની જરૂરિયાત (જગ્યા)માં વધારો થશે. મ્યુનિ. ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આ અંગે અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં કન્સ્લટ્રન્ટ તરફથી કોઈ જ યોગ્ય જવાબ મળ્યા નથી તથા સુધારેલા પ્લાન પણ રજુ કરવામાં આવ્યા નથી
તેમજ ઝોન કક્ષાથી પણ તેની માપણી અને સ્થળ સ્થિતિ સહિતની વિગતો આપવામાં આવી નથી તેથી એલ.જી.હોસ્પિટલનું બાંધકામ લગભગ તૈયાર થઈ ગયું છે પરંતુ હજી સુધી તેને બાંધકામ માટેની રજાચીઠ્ઠી કે પરવાનગી મળ્યા છે તેથી તેની પરિસ્થિતિ પણ શારદાબેન હોસ્પિટલ જેવી જ હોવાનું માનવામાં આવે છે.