“ચાલ બેટા માછલી બતાવું” કહી સગા પિતાએ પુત્રીને કેનાલમાં નાખી દીધી

કપડવંજ તાલુકાના વાઘાવત નર્મદા કેનાલમાં ૭ વર્ષીય પુત્રીને સગા પિતાએ નાંખી દીધી -વાત કોઈને કહીશ તો છુટાછેડા આપી દઈશ પત્નિને પણ ધમકી આપી, છેવટે પત્નિએ પોતાના ભાઈને વાત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, કપડવંજ તાલુકાના માલવણ તાબે ચેલાવત માં રહેતા એક પિતા એ પોતાની સાત વર્ષીય પુત્રીને કપડવંજ તાલુકાના વાઘાવત નર્મદા કેનાલ માં નાખી મોતને ઘાટ ઉતારી દેવાનો એક બનાવો પાંચ દિવસ બાદ બહાર આવ્યો છે.. જોકે આ બનાવમાં મરનાર પુત્રીની માતા ની ફરિયાદના આધારે આતરસુંબા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પિતાને પકડી પાડ્યો છે જોકે હાલમાં આ હત્યા પાછળ પિતાની પુત્ર જંખના ના કારણે આ કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે જો કે પોલીસ આ બાબતે તપાસ હાથ ધરે તો ઘણું બહાર આવી શકે તેમ છે..
આ અગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના માલવણ તાબે ચેલાવત ગામે ૩૫ વર્ષિય અંજનાબેન વિજય સોલંકી રહે છે. તેમના લગ્ન ૧૧ વર્ષ પહેલા વિજય ભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્ન બાદ અંજનાબેને બે દિકરીઓને જન્મ આપ્યો હતો. જેમાં મોટી દિકરી ભૂમિકા (ઉ.વ.૭) અને તેનાથી નાની હેતલ (ઉ.વ.૩)ની છે. જોકે પતિ વિજય સોલંકીને આ પુત્રી ખટકતી હતી અને પુત્રનો મોહ હતો. જેથી વિજય અવારનવાર પોતાની પત્ની સાથે આ બાબતે ઝઘડો કરતો હતો. જેથી અંજનાબેન ઘણી વખત રિસાઈને પોતાના પિયર આવી જતાં હતા. પરંતુ સમજાવટથી બાદ મામલો થાડે પાડી વિજય પરત લઇ જતો હતો.
વિજય સોલંકી ગુરુપૂર્ણિમા, એટલે કે ૧૦ જુલાઈના રોજ પોતાની પત્ની અંજના અને સાત વર્ષની દીકરી ભૂમિકાને મોટરસાયકલ પર બેસાડી દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા લઈ ગયો હતો. માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે અંજનાએ પોતાના પતિને કહેલ કે મારે મારા પિયર જવું છે જોકે પતિ વિજયે ના પાડી હતી અને વિજયે કહેલ કે,
‘મારે છોકરો જોઈતો હતો અને તે છોકરીઓ પેદા કરી’ તેમ કહી ઘરે આવતા સમયે રાત્રે આઠ વાગ્યાની આસપાસ કપડવંજના વાઘાવત સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પરના વાઘાવત પુલ પર વિજયે મોટરસાયકલ ઊભુ રાખ્યું હતું અને ત્યારબાદ અચાનક વિજય ને એવું તો શું સૂઝ્યું કે ૭ વર્ષની ભૂમીને ઊંચકીને કેનાલના ધસમસતા પાણીમાં નાખી દીધી હતી. આ શું કરો છો? આ શું કરો છો ની ની બુમો અંજના પાડતી રહી પરંતુ વિજય તેની બૂમો સામે કોઈ ધ્યાન આપ્યું નહીં ..જે જોઈ અંજનાબેન પડી ભાગ્યા હતા.
સગી પુત્રીને કેનાલમાં ફેંકી દઈને વિજય પોતાની પત્નીને બાઈક પર બેસવા જવાની હતું પરંતુ અંજના બાઈક પર બેસી નહીં એટલે તેને ધમકી આપી અને જણાવ્યું કે જો કોઈને પણ આ વિશે વાત કરીશ તો છુટાછેડા આપી દઈશ? તેમ કહી મોટરસાયકલ પર બેસાડી તેના ફુવાના ઘરે મુકી આવ્યો હતો.
પતિની આ કુર્તા .. સામે તે ચૂપ રહી ફુવા ના ઘેર રાત્રે રોકાઈ પરંતુ તેને આખી રાત ઊંઘ ના આવી… બીજા દિવસે વઘાવત કેનાલના પાણીમાંથિ આ ભૂમિ નું મૃતદેહ થી મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ આતરસુબા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે વખતે પણ પતિ વિજયે પોતાની પત્નીને દબાણ કરી કહ્યું કે, તારે એવું કહેવાનું કે માછલી જોવા લઈ જતી વેળાએ આ ઘટના બની છે. જોકે પતિના ડરથી તે સમયે પત્નીએ એવુ સ્ટેટમેન્ટ આપ્યું હતું.
પરંતુ સમગ્ર હકીકત અંજનાબેને પોતાના ભાઈઓને કહેતા તેના ભાઈઓ ચોકી ઉઠ્યા હતા અને અંજના ને આ મામલે પતિ સામે ફરિયાદ આપવાની થાય તો આપી જોઈએ તેની હિંમત આપતા આખરે અંજનાએ આતરસુબા પોલીસમાં આ બાબતે જાણ કરતા પોલીસે વિજય સોલંકી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને પકડી પડ્યો છે અને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે