ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડુતનો લાભ કેવી રીતે વધારવો તે અંગે કૃષિમંત્રી સાથે ચર્ચા કરતાં દિલીપ સંઘાણી

ગુજરાતની કૃષિ પ્રવૃતિના વિકાસથી પ્રભાવીત નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ અને ગ્રામવિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ-દિલીપ સંઘાણીની શુભેચ્છા મુલાકાત
કૃષિ પ્રવૃતિના વિકાસની એક નવી ક્ષિતીજે આંબવાનો સંકલ્પ
New Delhi, ભારતનુ કૃષિ ક્ષેત્ર રોજગારીની તકોના સર્જન સાથે વિકાસમા પણ એટલુ જ પાવરધુ પુરવાર થયેલ છે અને તેથી આ ક્ષેત્રનુ મૂળ એવા ગુજરાતના વિકાસ થી સૌ કોઈ પ્રભાવિત છે. તેમ આજરોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ની શુભેચ્છા મૂલાકાતે પહોંચેલા એનસીયુઆઈ, ઈફકો અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી સાથેની મૂલાકાતમા ચૌહાણે જણાવેલ હતું.
મુલાકાત દરમિયાન શ્રી સંઘાણીએ ગુજરાતમાં કૃષિ સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃતિઓ અને કો. ઓપરેટિવ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા કાર્યો વિશે વિગતો આપી હતી. તેમણે કૃષિ ઉત્પાદકોના હિતમાં લેવાતા પગલા, ખાતર-બિજ ના વિતરણ તેમજ ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડુત લાભ કેવી રીતે વધારવો તે અંગે ચર્ચા કરી હતી.
શ્રી શિવરાજસિંહ ચૌહાણે શ્રી સંઘાણીને ભારતના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે તેમજ સહકારી ચળવળના મજબુતીકરણ માટે અપાતા યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા અને ભાવિ યોજનાઓ માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયેલ છે.