સમોસા, જલેબી માટે વોર્નિગ લેબલનો આદેશ આપ્યો નથીઃ આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી, સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય પદાર્થાે પર વોર્નિગ લેબલ લગાવવા માટે સરકારે આદેશ આપ્યો હોવાના અહેવાલોને ફગાવી દઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે તેને ભ્રામક, ખોટા અને પાયાવિહોણા ગણાવ્યાં હતાં.
મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે વિવિધ ખાદ્ય પદાર્થાેમાં ચરબી અને વધારાની ખાંડ અંગેના આરોગ્ય મેસેજમાં તેને માત્ર એડવાઇઝરી આપી છે. તે વિક્રેતાઓ માટે તેમની પ્રોડક્ટ્સ પર વોર્નિગ લગાવવાનો આદેશ નથી. તે ભારતના સમૃદ્ધ સ્ટ્રીટ ફૂડ કલ્ચરને ટાર્ગેટ કરવા માગતું નથી.
આ સામાન્ય સલાહ તમામ ખાદ્ય પદાર્થાેમાં રહેલી ચરબી અને વધારાની ખાંડ વિશે લોકોને જાગૃત કરવાની છે અને તે ખાસ કરીને કોઈ ચોક્કસ ખાદ્ય પદાર્થ માટે નથી.આ એડવાઈઝરીમાં ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળા વિકલ્પો જેવા સ્વસ્થ ખોરાકને પ્રોત્સાહન આપતા અન્ય સંદેશાઓનો ઉલ્લેખ કરાયો છે.
મંત્રાલયે અલગથી એક એડવાઇઝરી જારી કરી છે, તે વિવિધ ખાદ્ય પદાર્થાેમાં રહેલી ચરબી અને વધુ પડતી ખાંડના હાનિકારક વપરાશ અંગે જાગૃતિ લાવવા માટે કાર્યસ્થળો પર બોર્ડ પ્રદર્શિત કરવાની સલાહ આપે છે.SS1MS