બોમ્બે સ્ટોક એક્સેચેન્જને બોમ્બથી ઉડાડવાની ધમકી બોગસ નીકળી

નવી દિલ્હી, દેશના આર્થિક નર્વ સેન્ટર તરીકે ઓળખાતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ)ને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જોકે, પરિસરની સઘન તપાસ કરવામાં આવ્યા પછી, આ ધમકી બોગસ સાબિત થઈ છે.
આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને ધમકી આપનાર આરોપીની શોધખોળ શરુ કરી છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે રવિવારે બીએસઈના એક કર્મચારીને ઈમેઇલ આઈડીથી એક મેસેજ મળ્યો, જેમાં દક્ષિણ ભારતના એક નેતાનું નામ હતું. ઈમેઇલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બીએસઈ ભવનમાં ચાર આરડીએક્સ યુક્ત આઈઈડી લગાવવામાં આવ્યા છે.
ઈ-મેઈલ દ્વારા સોમવારે બપોરે લગભગ ૩-૦૦ કલાકની આસપાસ વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. બીએસઈના કર્મીએ સ્ટોક એક્સચેન્જના અધિકારીઓને ધમકીભર્યા મેઇલ અંગે જાણ કરીને અને ત્યાર પછી તેમણે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યાે હતો.
જોકે, મુંબઈ પોલીસ અને બોમ્બ ડિફ્યુઝ સ્કવોડની એક ટુકડીએ બીએસઈ ભવન પહોંચીને તપાસ કરી, પરંતુ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી.
અમૃતસરના પ્રખ્યાત શ્રી દરબાર સાહિબ(સુવર્ણ મંદિર)ને ચોવીસ કલાકમાં બીજી વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બીજી વાર પણ ઈમેઇલ દ્વારા ધમકી આપીને દાવો કરવામાં આવ્યો છે કે પાઇપોમાં આરડીએક્સ ભરી દીધો છે, ત્યાર પછી શ્રી દરબાર સાહિબની અંદર મોટો વિસ્ફોટ થશે. જેના કારણે અમૃતસર પોલીસ એલર્ટ મોડ પર છે.
બોમ્બની ધમકીને પગલે શ્રી દરબાર સાહિબમાં આવતા-જતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.દિલ્હીના દ્વારકા સ્થિત સેન્ટ થોમસ સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે.
બોમ્બની ધમકીની સૂચના મળતા જ દિલ્હી પોલીસ અને ડોગ સ્કવોડની ટુકડી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ સાથે ફાયર બ્રિગેડ અને સ્પેશ્યલ સ્ટાફની ટુકડી પણ પહોંચી હતી. શાળા અને કોલેજ બંને ખાલી કરાવીને તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજ મળી ન હતી.SS1MS