ઈરાનની હાઈપરસોનિક મિસાઈલોનો તોડ ઇઝરાયલે શોધી કાઢ્યો

નવી દિલ્હી, ઇઝરાયલે તેની નવી હાયપરસોનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, એરો ૪ વિકસાવવાની જાહેરાત કરી છે. આ સિસ્ટમ કોઈપણ હાયપરસોનિક મિસાઈલને રોકવા તેમજ નષ્ટ કરવામાં સક્ષમ છે. ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના સીઈઓ બોઆઝ લેવીએ જણાવ્યું કે, એરો ૪ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે અને ઇઝરાયલના એર ડિફેન્સનો ભાગ બનશે.
આ સિસ્ટમ ખાસ કરીને આજે સૌથી મોટા ખતરા સમાન હાયપરસોનિક મિસાઈલોનો સામનો કરવા માટે બનાવવામાં આવી છે.’હાયપરસોનિક મિસાઈલો, જેમ કે ચીનની ડીએફ-ઝેડએફ અને રશિયાની અવાંગાર્ડ, ધ્વનિની ગતિ કરતાં પાંચ ગણી (મેક ૫) થી પણ વધુ ઝડપે ગતિ કરે છે.
આ મિસાઈલો હવામાં દિશા બદલી શકે છે અને નીચી ઉડાન ભરે છે, જેના કારણે પરંપરાગત મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે તેમને ટ્રેક કરવી મુશ્કેલ બની જાય છે.
પરંપરાગત બેલિસ્ટિક મિસાઈલો એક સીધા માર્ગે ગતિ કરે છે, પરંતુ હાયપરસોનિક મિસાઈલોનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશોની વધતી ટેકનોલોજીને કારણે આ ખતરો વધુ ગંભીર બન્યો છે.અગાઉની સિસ્ટમ્સ જેવી કે અમેરિકાની પેટ્રિઅટ પીએસી-૩ થાડ અને રશિયાની એસ-૪૦૦, હાયપરસોનિક મિસાઈલોને ટ્રેક કરવા અને નષ્ટ કરવામાં સક્ષમ નથી. તેમની ધીમી પ્રતિક્રિયા અને જૂના સોફ્ટવેર આનું મુખ્ય કારણ છે.
હાયપરસોનિક મિસાઈલો એટલી ઝડપી હોય છે કે તે માત્ર અમુક સેકન્ડમાં જ હુમલાનો જવાબ આપી શકે છે. તેમજ તેનાથી રડાર અને ઇન્ટરસેપ્ટર્સ નિષ્ફળ જાય છે.ઇઝરાયલની એરો ૪ એ તેમની એરો મિસાઇલ ડિફેન્સ સિરીઝનું લેટેસ્ટ વર્ઝન છે. આ સિસ્ટમ હાલની એરો ૨ અને એરો ૩ પ્રણાલીઓને પૂરક બનશે અને ભવિષ્યમાં તેમનું સ્થાન પણ લઈ શકે છે.
એરો ૪ ખાસ કરીને હાઇપરસોનિક મિસાઇલોને નિષ્ક્રિય કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે ખૂબ જ ઊંચી ઝડપે (મેક ૫, એટલે કે ૬૧૭૪ કિમી/કલાકથી વધુ) ઓછી ઊંચાઈ પર દિશા બદલીને હુમલો કરે છે. આ મિસાઇલોની ગતિ અને અનિયમિત દિશાને કારણે પરંપરાગત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેમને શોધી કાઢવી મુશ્કેલ છે.
જો પહેલો હુમલો નિષ્ફળ જાય તો તરત જ બીજો હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તેમજ મિસાઇલને ઉડાન દરમિયાન માર્ગદર્શન આપી શકે છે. આ ઉપરાંત રડારમાં ૩ કિમી/સેકન્ડની ઝડપે ઉડતી મિસાઇલોને પણ ટ્રેક કરી શકે છે. આઈએઆઈ અનુસાર, એરો ૪ ઇઝરાયલના નાગરિકોને આધુનિક યુદ્ધના નવા પડકારોથી બચાવવા માટે અત્યંત જરૂરી છે.
આ સિસ્ટમ રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સહયોગને પણ મજબૂત બનાવશે.જર્મનીએ એરો ૩ સિસ્ટમ પહેલેથી જ ખરીદી છે અને હવે એરો ૪ને પણ પોતાના મિસાઇલ ડિફેન્સ નેટવર્કમાં સામેલ કરવાનું વિચારી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ સિસ્ટમ બહુ-રાષ્ટ્રીય ગઠબંધન માટે પણ યોગ્ય છે કારણ કે તે મોડ્યુલર છે અને અન્ય ડિફેન્સ સિસ્ટમ સાથે સરળતાથી કામ કરી શકે છે.SS1MS