Western Times News

Gujarati News

ઇંગ્લેન્ડે સાત વર્ષ બાદ સ્પિનર લિયમ ડાઉસનને ટીમમાં સમાવ્યો

લંડન, પ્રવાસી ભારત સામે સોમવારે લોડ્‌ર્ઝ ખાતે ત્રીજી ક્રિકેટ ટેસ્ટ જીતનારી ઇંગ્લેન્ડની ટીમમાં મંગળવારે એક ફેરફાર કરવામાં આવ્યો હતો. ટીમમાં સ્પિનર શોએબ બશીર ઘાયલ થતાં તેને સ્થાને લેફ્ટ આર્મ સ્પિનર લિયમ ડાઉસનને સામેલ કરવામાં આવ્યો હતો. આમ લિયમ ડાઉસન સાત વર્ષના લાંબા ગાળા બાદ ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં રમાઈ રહેલી પાંચ ટેસ્ટની સિરીઝની ચોથી ટેસ્ટ ૨૩મી જુલાઈથી માન્ચેસ્ટર ખાતે શરૂ થશે. ઇંગ્લેન્ડ હાલમાં ૨-૧ની સરસાઈ ભોગવી રહ્યું છે.લોડ્‌ર્ઝ ખાતેની ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન પોતાની જ બોલિંગ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શોએબ બશીરના ડાબા હાથમાં ળેક્ચર થયું હતું અને તે ચોથી ટેસ્ટમાં રમી શકે તેમ નથી.

આ મેચમાં અંતિમ દિવસે ઇંગ્લેન્ડને જરૂર હતી ત્યારે બશીર બોલિંગ કરી શક્યો ન હતો. અંતે ઇંગ્લેન્ડનો ૨૨ રનથી રોમાંચક વિજય થયો હતો.જોકે ઇજા છતાં બશીરે થોડી બોલિંગ કરી હતી અને અંતે ટીમને મોહમ્મદ સિરાઝની વિકેટ અપાવી હતી.

હવે તેને સ્થાને ટીમમાં સામેલ કરાયેલો ૩૫ વર્ષીય લિયમ ડાઉસન ઇંગ્લેન્ડ માટે ત્રણ ટેસ્ટ રમ્યો છે જેની છેલ્લી ટેસ્ટ ૨૦૧૭માં સાઉથ આફ્રિકા સામે હતી. આમ તે ૨૦૧૭ બાદ ટેસ્ટ રમ્યો નથી. આ દરમિયાન તે ઇંગ્લેન્ડ માટે છ વન-ડે અને ૧૪ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે પરંતુ તેની મોટા ભાગની કારકિર્દી સાતત્યવિહોણી રહી છે.

ચોથી ટેસ્ટ અગાઉ ઇંગ્લેન્ડની મૂળ ટીમના સેમ કૂક અને જેમી ઓવર્ટન તેમની કાઉન્ટીમાં રમવા માટે પરત ચાલ્યા ગયા છે. માન્ચેસ્ટર ટેસ્ટ માટેની ઇંગ્લેન્ડની ટીમ.ઇંગ્લેન્ડઃ બેન સ્ટોક્સ (સુકાની), જોફરા આર્ચર, દસ એટકિન્સન, જેકોબ બેથેલ, હેરી બ્›ક, બ્રાયડન કાર્સે, ઝેક ક્રોલે, લિયમ ડાઉસન, બેન ડકેટ, ઓલિ પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટોંગ, ક્રિસ વોક્સ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.