સુરતમાં યુવકના બ્લેક મેઈલિંગથી કંટાળી ૧૯ વર્ષની યુવતીનો આપઘાત

સુરત, સુરતમાં યુવકના બ્લેક મેઈલિંગથી કંટાળીને વાવડીયા પરિવારની ૧૯ વર્ષીય પાટીદાર યુવતીએ ૧૩ જુલાઈના રોજ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ૬ મહિનાથી દીકરીને હેરાન કરતા યુવકના પિતાને પણ જાણ કરી હતી.
બે દિવસથી ખૂબ જ ડિપ્રેશનમાં હતી. બીજી તરફ આ મુદ્દે પાટીદાર અગ્રણીએ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે. સોશિયલ મીડિયામાં આ પત્ર વાઇરલ થયો હતો, આને લીધે આ મુદ્દે ગરમાટો ફેલાયો છે.કતારગામ વિસ્તારમાં નાની વેડ ખાતે વિધિ પેલેસમાં ૧૯ વર્ષીય નેનુ રણજીતભાઈ વાવડીયા તેના પરિવાર સાથે રહેતી હતી.
પિતા રણજીતભાઈ હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેની દીકરી નેનુ પ્રાઈવેટ ટ્યુશન ક્લાસમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી.૧૩ જુલાઈના રવિવારની સાંજે નેનુ વાવડીયાએ ઘરના પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યાે હતો.
આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા અને ફાંસો ખાધેલી હાલતમાંથી દીકરીને નીચે ઉતારી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને યુવતીને મૃત જાહેર કરી હતી. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીએ છ મહિના પહેલાં જ તેને હેરાન કરતા યુવક વિશે જણાવ્યું હતું.
એ યુવકના પિતાને પણ મેં જાણ કરી હતી, ત્યારે પણ તેમણે મારી સાથે ઉદ્ધતાઈથી વાત કરી હતી. મારી દીકરી ક્લાસમાં છોકરાઓને ભણાવવા જતી હતી ત્યારે રસ્તામાં પણ તેને હેરાન કરવામાં આવતી હતી. એટલે મેં તેને ભણાવવાનું પણ બંધ કરીને ઘરે રહેવા માટે પણ જણાવ્યું હતું.
આ મુદ્દે પાટીદાર ગણિત વિજય માંગુકિયાએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક પત્રક લખ્યો છે, તેમાં યુવતીને બ્લેકમેલિંગ કરતા યુવક સામે આખરી કાર્યવાહીની માંગણી કરી છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.SS1MS