Western Times News

Gujarati News

‘કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે હું મંત્રી બનીશ: કંગના રણૌત

મુંબઈ, હિમાચલ પ્રદેશના મંડીના ભાજપ સાંસદ કંગના રણૌત ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને સાંસદ તરીકે કામ કરવાની મજા નથી આવી રહી. કંગનાએ પ્રામાણિક રીતે રાજકારણમાં ટકી રહેવાને મોંઘો શોખ ગણાવ્યો હતો.

કંગનાએ ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે ‘બીજેપીએ જ્યારે મને ટિકિટ ઓફર કરી હતી, ત્યારે મને કહેવામાં આવ્યું કે તમને માત્ર ૬૦થી ૭૦ દિવસ જ સંસદમાં હાજર રહેવું પડશે, બાકીના દિવસો તમે તમારું કામ કરી શકો છો. હવે સમજાઈ રહ્યું છે કે સાંસદ બનવું કેટલું મુશ્કેલ કામ છે.’

કંગનાએ કહ્યું ‘જો તમે પ્રામાણિક છો તો પછી રાજકારણ એક મોંઘો શોખ છે. સેલેરીનો મોટો ભાગ કુક અને ડ્રાઈવરની સેલરી પર ખર્ચા જાય છે. જ્યારે મારે મારા મતવિસ્તારના કોઈપણ ભાગમાં સ્ટાફ સાથે જવું પડે છે અને તેમની સાથે કારમાં પ્રવાસ કરવો પડે છે, ત્યારે લાખો રૂપિયા ખર્ચાય છે.

’મંત્રી બનવાના પ્રશ્ન પર કંગનાનું કહ્યું ‘ જેવો મારો પ્રોફાઇલ છે, જે રીતના વ્યવસાયથી હું આવું છું, હું એક ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને લેખિકા છું. મારી પાસે દેશનો ચોથો સર્વાેચ્ચ નાગરિક સન્માન, પદ્મશ્રી પણ છે. મે એક ખૂબ જ મુશ્કેલ સીટ પણ જીતી છે. મારા યોગદાનને ધ્યાનમાં રાખીને મને લાગતું હતું કે હું મંત્રી તો બનીશ અને કોઈ વિભાગ મળશે.’

કંગનાએ કહ્યું સાંસદ તરીકે મારો એક વર્ષનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. મેં મંડીના અત્યાર સુધીના બધા જ ભૂતપૂર્વ એમપીને પડકારી રહી છું કે, મારી હાજરી અને લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નો બધાથી વધારે છે. મેં લોકસભામાં વીજળી, ડિઝાસ્ટર જેવા મુદ્દા પણ ઉઠાવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.