Western Times News

Gujarati News

વરુણ ધવન અને જ્હાન્વીની ફિલ્મની રિલીઝ ૨ ઓક્ટોબર સુધી પાછી ઠેલાઈ

મુંબઈ, વરુણ ધવન અને શશાંક ખૈતાનની જોડી ફિલ્મમાં અત્યાર સુધીમાં સફળ રહી છે, તેમની ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ૨૦૧૪માં આવી હતી અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ ૨૦૧૭માં આવી હતી. હવે આ જોડી ત્રીજી ફિલ્મ સાથે આવી રહી છે, ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’. વરુણ ધવન સાથે આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મ પહેલાં ૧૨ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી.

હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ હવે ૨ ઓક્ટોબર સુધી પાછી ઠેલાઈ છે. સુત્ર દ્વારા માહિતી મળી છે કે, “સન્ની સંસ્કારી કી તુલસી કુમારી પોસ્ટપોન થઈ છે. હવે આ ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થશે.

ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર અને ટીમને આ સમય રિલીઝ માટે યોગ્ય લાગે છે. આ વર્ષે ગાંધી જયંતિ અને દશેરા એક જ દિવસે છે, તેથી તહેવારોના દિવસોમાં વધુ લોકો ફિલ્મ જોવા જશે, બીજું કે, દિવાળી સુધી આ ફિલ્મ સામે હરિફાઈમાં બીજી કોઈ ફિલ્મ આવશે નહીં.

આમ આ ફિલ્મને ત્રણ અઠવાડિયા સુધી એકલા જ બોક્સ ઓફિસ પર રાજ કરવા મળશે.”છતાં આ ફિલ્મ સામે ‘કંતારાઃ અ લિજેન્ડ – ચેપ્ટર ૧’ અને હર્ષવર્ધન રાણેની ‘એક દિવાને કી દિવાનિયત’ ફિલ્મ પણ રિલીઝ થવાની છે.

બીજું એક ફિલ્મની રિલીઝ પાછી ઠેલાવાથી જ્હાન્વીની બે ફિલ્મની રિલીઝ વચ્ચે પણ અંતર જળવાઈ રહેશે. તેની ‘પરમ સુંદરી’ ૨૯ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.

બીજી તરફ વરુણ ધવન પાસે ૨૦૨૫માં એક માત્ર ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’. તેની ‘બોર્ડર ૨’ ૨૦૨૬ના પ્રજાસત્તાક દિને રિલીઝ થવાની છે. વરુણ અને જ્હાન્વીની ફિલ્મમાં અક્ષય ઓબેરોય, રોહિત સરાફ, સાન્યા મલ્હાત્રા અને મિનષ પોલ પણ મહત્વના રોલમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.