Western Times News

Gujarati News

સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં આજે વિકલાંગો માટે જીવનની દિવાદાંડી સ્વરૂપ “મિટ્ટી કાફે” ની પ્રેરણામૂર્તિ અને સ્થાપક મુસ્લીમ યુવતી અલિના આલમ છે ?!

ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં કાર્યરત “મિટ્ટી કાફે” ના વિકલાંગ કર્મચારીઓ ખુશખુશાલ છે ! “માનવી એક જ માટીમાંથી બન્યો છે અને વિકાસનો સમાન અવસર મળવો જોઈએ”!! તેવા વિચારને સાર્થક કરવા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રી ભુનેશભાઈ રૂપેરા, એડવોકેટ કેતનભાઈ બેલોડીયા તેમજ નવોદિત એડવોકેટ ઉન્નતિ રાજપુત સહિતના દ્રશ્યમાન થાય છે !!

તસ્વીર સુપ્રિમ કોર્ટની છે ! સુપ્રિમ કોર્ટના પટાંગણમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ વાય. ચંદ્રચુડે વિકલાંગ માનવીઓને જીવવાની સમાન તકના પુરસ્કર્તા હોઈ, સુપ્રિમ કોર્ટમાં તેમના નેતૃત્વ હેઠળ મીટ્ઠી કાફે શરૂ કરાઈ તેની યાદગાર ભાવનાત્મક અને પ્રેરણાત્મ કર્તવ્યની યાદ અપાવતી તસ્વીર છે !

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે પણ મીટ્ટી કાફેના વિચારને સમર્થન કરીને “માનવીને સમાન ન્યાય” ના ઉદ્દેશને સફળ કરવા ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં મીટ્ટી કાફેની શરૂઆત કરી ! જેને સમગ્ર વકીલ આલમે તેનો ઉપયોગ કરીને અદ્દભૂત ટેકો આપ્યો છે !

જયારે ત્રીજી તસ્વીર મીટ્ટી કાફેના કર્મચારીઓની છે ! તેઓ પોતાના જીવનમાં કોઈને કોઈ વિકલાંગતાનો સામનો કરતા, કરતા આત્મનિર્ભર જીંદગી આજે જીવે છે ! ખુશખુશાલ જીંદગી જીવે છે, સ્વમાનભેર જીંદગી જીવે છે ! તેમની આ જીંદગી જીવવાનું ભાવનાત્મક બળ ગુજરાત હાઈકોર્ટના વકીલો પુરૂં પાડી રહ્યા છે ! તસ્વીરમાં મીટ્ટી કાફેના કર્મચારીગણ સાથે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા

જાણીતા યુવાન ધારાશાસ્ત્રી શ્રી ભુનેશભાઈ રૂપેરા, એડવોકેટ શ્રી કેતનભાઈ બેલાડીયા તથા જમણી બાજુની અન્ય તસ્વીરમાં ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરતા એડવોકેટ ઉન્નતી રાજપુત અને ન્યુઝ કવરેજ કરનાર વેસ્ટર્ન ટાઈમ્સના ગઝાલા શેખ દ્રશ્યમાન થાય છે ! જર્મન વૈજ્ઞાનિક એન્જેલા મોર્કલ કહે છે કે, “સમાન સ્વતંત્રતા વગર માનવી તેની સર્જનાત્મકતાને બહાર લાવી ન શકે”!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

“તોફાન જોઈ વહાણમાંથી ઉતરી ગયા હોત તો કોઈએ દરિયો પાર કર્યાે ન હોત” – ચાર્લ્સ કેટરિંગ !!

અમેરિકાના મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ એફ. કેટરિંગે સરસ કહ્યું છે કે, “તોફાન જોઈન વહાણમાંથી ઉતરી ગયા હોત તો કોઈએ દરિયો પાર કર્યાે ન હોત”!! અમેરિકન વૈજ્ઞાનિક કહે છે કે, “કાં તો કાંઈક વાંચવા લાયક લખો, કાં તો કાંઈક લખવા લાયક કરો”!!

માનવીનું જીવન દરેક સમય અને સંજોગોમાં કોઈને કોઈ પડકારોનો સામનો કરી રહ્યું છે ! પરંતુ પોતાના જીવંત પડકારોમાંથી સમય કાઢી બીજાની મુશ્કેલીમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, કોમને બાજુ પર મુકી બીજાની જીંદગીની નિરસતા અને નિર્જીવ જીંદગીમાં માનવતાના દ્રષ્ટિકોણથી પ્રાણ પુરે એ “માનવી”!! માટે જ આ માનવ જગતમાં ર્ડાકટર બનવું, વકીલ બનવું, એન્જીનીયર બનવું, બીઝનેશમેન બનવું સહેલું છે પણ “માનવી” બનવું આજે અઘરૂં બની ગયું છે! ત્યારે આવા સજોગોમાં વિકલાંગ પરિવારના મસીહા બનવાનો વિચાર એક કર્ણાટક, બેંગ્લુરની યુવતીને આવ્યો !!

Alina Alam (Mitti Cafe)

મુસ્લીમ યુવતી અલિના આલમ વર્ષ ૨૦૧૬ માં ૨૩ વર્ષની ઉંમરે “મીટ્ટી કાફે” ની સ્થાપક બની અને દેશમાં આજે ૪૦ જેટલી “મીટ્ટી કાફે” નું સર્જન થઈ ગયું ?!

જર્મન – અમેરિકન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન કહે છે કે, “મારામાં કોઈ વિશેષ પ્રતિભા નથી, હું તો બસ અત્યંત જીજ્ઞાસુ છું”!! જે જીજ્ઞાસુ હોય છે એ જ નવસર્જન કરી શકે છે ! કર્ણાટક, બેંગ્લુરની એક કોલેજમાં અભ્યાસ કરતી મુસ્લીમ યુવતીને વિકલાંગોને જોઈ માનવતાભર્યાે વિચાર આવ્યો કે, “એક જ માટીમાંથી બનેલા માનવીને જીદંગી જીવવાનો સમાન અવસર મળવો જોઈએ અને એક વિધેયાત્મક દ્રષ્ટિકોણમાંથી “મીટ્ટી કાફે” નું સર્જન થઈ ગયું”!!

મુસ્લીમ યુવતી અલિના આલમે ૨૩ વર્ષની ઉંમરે મીટ્ટી કાફેની સ્થાપના શરૂઆત કરી શારીરિક, બૌÂધ્ધક અને માનસિક રીતે વિકલાંગ, અવિકસીત માનવીને સમાન રીતે જીવવાનો અને વિકસાવવાની તક તો ભારતના બંધારણમાં દર્શાવાઈ છે ! પણ તેને માનવીય અભિગમ સાથે સમર્થન અલિના આલમે કરતા આજે દેશમાં ૪૦ જેટલા મીટ્ટી કાફે અÂસ્તત્વ ધરવાતા હાવાનું જાણવા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.