Western Times News

Gujarati News

બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં 10 વર્ષ જુના 844 કેસોનો નિકાલ થયો !!

ગુજરાતમાં યોજાયેલ બીજી રાષ્ટ્રી લોક અદાલતમાં મુકાયેલા ૧૮ લાખ, ૩ હજાર અને ૨૩૧ વિવિધ કેસોમાંથી ૧૧ લાખ, ૬૯ હજાર અને ૮૩ કેસોનો નિકાલ કરાયો 

તસ્વીર બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજીને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે શકય તેટલા વધુ કેસો લોકઅદાલતમાં મુકયા અને તેનો નિકાલ થાય તે માટે પ્રેરણાદાયી ભૂમિકા પ્રદાન કરી હતી ! તેની એક ફાઈલ તસ્વીર છે ! આ રાષ્ટ્રીય લોક અદાલતમાં વરીષ્ઠ ન્યાયમૂર્તિ એ. વાય. કોગ્જે એ મહત્વ ની ભૂમિકા પ્રદાન કરી હતી !એક માહિતી મુજબ ગુજરાતભરમાં યોજાયેલી બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રીલીટીગેશનના કેસો મુકાય છે !

વળતરના કેસો મુકાય છે ! દામ્પત્ય જીવનને લગતા કેસો પણ મુકાય છે ! વર્ષાે જુના અટવાઈ પડેલા કેસો પણ લોક અદાલતમાં મુકાય છે ! બધાં જ સમાધાન થયેલા કેસો મુકતા નથી ! એવું હોય તો લોક અદાલત ૧૧.૬૯ લાખ કેસોનો નિકાલ ન થાય !

તા. ૧૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ યોજાયેલ લોક અદાલતમાં ૧૮ લાખ ૩ હજાર ૨૩૧ કેસો મુકાયા હતાં ! આશરે ૧૧ લાખ ૬૯ હજાર અને ૮૩ કેસોનો નિકાલ કરાયો હોવાનું આધારભૂત વર્તુળો તરફથી જાણવા મળેલ છે !

૭ લાખ ૯૪ હજાર ૪૮૬ જેટલા કેસો પ્રિલીટીગેશનના કેસોમાં સમાધાન દ્વારા લોક અદાલતમાં નિકાલ કરાયો ! દામ્પત્ય જીવનને લગતા ૩ હજાર ૯૩ કેસોનો નિકાલ કરાયો ! લોક અદાલતમાં સ્પેશીયલ સીટીંગથી ૪ લાખ ૧૯ હજાર ૫૯૭ કેસોનો નિકાલ કરાયો અને ૧૧૨.૩૭ કરોડના એવોર્ડ દોરવામાં આવેલા છે અને ૧૦ વર્ષ જુના ૮૪૪ કેસોનો પણ નિકાલ લોક અદાલતમાં કરાયો હોવાનું જાણવા મળેલ છે !

એટલું જ નહીં જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં પણ ૨૮૬૦ જેટલા કેસોનો નિકાલ કરાયો છે ! લોક અદાલતમાં ૧૧૮૮ કરોડના સેટલમેન્ટ કરાયા એ મોટી ઉપલબ્ધી છે ! એવું મનાય છે ! લોક અદાલત એટલે શું ?! લોક અદાલત એટલે લોક અદાલતમાં આવેલા કેસોમાં કોઈ હારતું નથી અને કોઈ જીતતું નથી ! અને બધાં હસતા હસતા વિદાય લે છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )

ગુજરાતમાં લોક અદાલત અને ફરતી લોક અદાલત સાથે અનેક સેમીનાર યોજાનાર જસ્ટીસ જે. એન. ભટ્ટ, જસ્ટીસ પ્રદીપભાઈ ભટ્ટને વકીલો આજે પણ યાદ કરે છે !!

અમેરિકાના માનવ અધિકારના કર્મશીલ પ્રેરણામૂર્તિ માર્ટીન લ્યુથર કિંગે કહ્યું ે કે, “કોઈપણ એક સ્થળે પ્રવર્તતો અન્યાય એ પ્રત્યેક જગ્યાએ પ્રવર્તતા ન્યાય માટે ખતરો છે”!! સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી અરિજિત પસાયતે કહ્યું છે કે, “કેસોના ઝડપી નિકાલ માટે જરૂરી માળખાકીય સુવિધા અદાલતને પુરી પાડવી જોઈએ”!! દેશભરની અદાલતોમાં કેસોના ભરાવાનું કારણ શું ?! તેનો ઉકેલ લાવ્યા વગર કેસોનો ઝડપીનિકાલ શકય છે ખરો ?!

કેસોનો ભરાવો અટકાવવા અને તેનો નિકાલ કરાવવાના ઘણાં રસ્તા છે ! જેમ કે મિડીયેશન સેન્ટર ! લોક અદાલત ! અને કેસો ડે ટુ ડે ચલાવી પુરા કરવા પૂર્વ ચીફ જસ્ટીસ સુશ્રી સોનિયાબેન ગોકાણી ! ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી ડી. એચ. વાઘેલા અને જસ્ટીસ શ્રી ઝેડ કે. સૈયદ સહિત અનેક ન્યાયાધીશો સમાજને એવા મળ્યા કે તેઓ અદાલતોના કામના કલ્લાક પૂર્ણ થઈ ગયા પછી પણ અદાલતોમાં બેસી કયારેક કેસો ચલાવી તો કયારેક ચૂકાદાઓ લખી કાર્યરત રહેતા હતાં !

ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ પી. એન. ભગવતી સાહેબના એ ચૂકાદા પછી મફત કાનૂની સહાયનો અમલ વધુ અસરકારક બન્યો !!
આરોપીને બચાવની તક આપ્યા વગર “ગુન્હેગાર” ઠરાવી શકાય નહીં ! આ છે સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી પી. એન. ભગવતીનું અર્થસભર અવલોકન ! વર્ષ ૧૯૮૬ માં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી પી. એન. ભગવતી સાહેબની કોર્ટમાં એક કેસ આવેલો

જેમાં આરોપી સુખદાસ અને બીજા ચાર આરોપી સામે એવી ફરિયાદ થયેલી કે, આરોપીઓએ સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટના અધિકારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપેલી કારણ કે આરોપીઓની બદલીના હુકમો મૌકુફ રાખવામાં આવેલ નહીં ! આ કેસ પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી પી. એન. ભગવતી સાહેબે બંધારણના આર્ટીકલ-૨૧ મુજબ ન્યાયી, વ્યાજબી કાર્યવાહી ચલાવ્યા વગર આરોપીને દોષિત ઠરાવી શકાય નહીં !

માટે આરોપી કાનૂની સહાયની માંગણી ન કરે તો પણ સરકાર તરફથી મફત કાનૂની સેવા આપવા વકીલની નિયુક્તિ કરવી જોઈએ ! અને જેમને કાયદાકીય અધિકારની જાણ નથી એમને પણ આરોપીને બચાવી પુરી તક આપવી જોઈએ! આ અવલોકન પછી કાનૂની સહાય વધુ પારદર્શક બની હોવાનું સમજાય છે !

લોક અદાલત માટે સૌથી વધુ ગુજરાતમાં કાર્યરત કોઈ રહ્યું હોય તો એ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ જે. એન. ભટ્ટ તથા જસ્ટીસ પી. પી. ભટ્ટ સાહેબ હોવાનું મનાય છે !!
લોક અદાલત સાથે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી જે.એન. ભટ્ટ અને જસ્ટીસ શ્રી પ્રદીપભાઈ ભટ્ટ અને સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના પ્રિન્સીપાલ જજ સુશ્રી ર્ડા. જયોત્સનાબેન યાજ્ઞિકનું નામ “એક્ટિવીસ્ટ ન્યાયાધીશ” તરીકે જોડાયું હતું !

ગુજરાત રાજય મફત કાનૂનની સહાય અને સત્તા મંડળમાં પણ મેમ્બર સેક્રેટરી તરીકે તેઓ અદ્દભૂત સક્રીય હતાં “ફરતી લોક અદાલત” ને જીવંત સ્વરૂપ આપવામાં શ્રી જે. એન. ભટ્ટની ભૂમિકા નોંધપાત્ર હતી ! આજે દેશમાં, ભારતમાં બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ ગઈ ! ત્યારે સમગ્ર નવોદિત વકીલ આલમ તેનાથી સુમાહિતગાર થાય તે જરૂરી છે !

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.