શ્રી કૃષ્ણ હાસ્પિટલમાં ઍડવાન્સ તબક્કાના અન્નનળીના કૅન્સરથી પીડાતા દર્દીને નવજીવન આપવામાં આવ્યું

(પ્રતિનિધિ) આણંદ, ૪૫ વર્ષની વ્યક્તિને અન્નનળીનું કૅન્સર ઍડવાન્સ તબક્કામાં હોવાથી અનેક જટિલતાઓ થઈ હતી અને તેમની સ્થિતિ ગંભીર બની હતી તેથી શ્રી કૃષ્ણ હાસ્પિટલની મલ્ટી સ્પેશ્યાલિટી ટીમના હસ્તક્ષેપથી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી અને આ વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું હતું. આ ટીમમાં હાસ્પિટલના સર્જીકલ આૅન્કોલાજીસ્ટ અને ઈન્ટરવૅન્શનલ પલ્મનોલાજીસ્ટની ટીમની કુશળતાનો સમાવેશ થાય છે.
શરૂઆતમાં અન્નનળીના કૅન્સરથી પીડાતા દર્દીને કૅન્સરની ગાંઠને ઓછી કરવા માટે શ્રી કૃષ્ણ હાસ્પિટલના મણિભાઈ શિવાભાઈ પટેલ કૅન્સર સેન્ટર ખાતે કીમોથેરાપી આપવામાં આવી હતી ત્યારબાદ સેન્ટરના સર્જીકલ આૅન્કોલાજીસ્ટ ડૉ. રઘુનંદન જીસી અને ડૉ. સુન્દરમ્ પિલ્લાઈએ શસ્ત્રક્રિયા કરીને કૅન્સરની ગાંઠને દૂર કરી હતી.
શસ્ત્રક્રિયા બાદ ત્રીજા દિવસે દર્દીના ડાબા ફેફસા અને છાતીની દિવાલ વચ્ચે હવા પ્રવેશ થવાથી (બ્રોન્કો પ્લ્યુરલ ફિસ્ટુલા) દબાણને કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને આૅÂક્સજનનું પ્રમાણ ઘટી ગયું હતું તેથી તેમને ઈન્ટેÂન્સવ કૅર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા.
ઈન્ટરવૅન્શનલ પલ્મોનોલાજીસ્ટ ડૉ. અભિષેક શાહ અને ડૉ. અભિષેક પ્રજાપતિએ થેરાપ્યુટિક ફ્લેÂક્સબલ બ્રોન્કોસ્કાપી કરીને શ્વાસ નળીમાંથી પસના સ્ત્રાવને દૂર કર્યું હતું. મહત્વની બાબત તો એ છે કે તેઓએ હવાના લીકેજને પણ શોધી કાઢ્યું હતું અને તબીબી પ્રોસીજર્સ (સ્ટીગોટ અને ગ્લુ) દ્વારા ડાબી બાજુના ફેફસામાંથી નીકળતી હવાને કાયમ માટે બંધ કરી હતી.
ત્યારબાદ વધારાના પડકારોને પહોંચી વળવા માટે જેમાં શ્વાસનળીમાંથી વિપુલ માત્રામાં પસને સાફ કરવા માટે બીજી વાર બ્રોન્કોસ્કાપી કરવામાં આવી હતી. ત્યારબાદ દર્દીને ગંભીર ન્યુમોનિયા થતાં ડૉ. સમીર પટેલની આગેવાની હેઠળ ક્રિટિકલ કૅર યુનિટમાં સારવાર આપવામાં આવી હતી.
પલ્મનોલાજીસ્ટના જણાવ્યા અનુસાર, તેમની ટીમે થેરાપ્યુટીક ફ્લેક્સીબલ બ્રોન્કોસ્કાપીનો ઉપયોગ કરીને બ્રોન્કો પ્લ્યુરલ ફિસ્ટુલાની નોંધપાત્ર સંખ્યામાં સારવાર કરી છે.જેને કારણે દર્દીઓને જટિલ અને મોટી શસ્ત્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું નથી.
જ્યારે હાસ્પિટલના આૅન્કોલાજીસ્ટે જણાવ્યું હતું કે આ દર્દીને ઍડવાન્સ તબક્કામાં અન્નનળીનું કૅન્સર હોવાથી આ કેસ જટિલ હતો જેથી મલ્ટિસ્પેશ્યાલિટી ટીમની મદદથી આધુનિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થયું છે. ૨૨ દિવસની સઘન સારવાર બાદ દર્દીની તબિયતમાં સુધારો થતાં તેને હાસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.