Western Times News

Gujarati News

નવસારી જિલ્લામાં પૂર્ણા નદીની ક્રીક પર નિર્માણ પામી રહેલો દક્ષિણ ગુજરાતનો સૌથી લાંબો ક્રીક પુલ

Ø  સુરતના ઓલપાડમાં નિર્માણ પામ્યો 900 મીટર લાંબો બાયપાસ

Ø  બારડોલીવાલોડ અને વ્યારા તાલુકાને જોડતા કડોદકોસાડી રોડ પર નિર્માણ પામી રહ્યો છે નવો હાઈ લેવલ બ્રિજ

Ø  નવસારી જિલ્લાના નડોદસીમળ ગામ માર્ગ પર પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવાયો ડામર રોડ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાસૂચક નેતૃત્વમાં ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ દક્ષિણ ગુજરાતમાં નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિવારણ કરવા ઉપરાંત ગુણવત્તાયુક્ત પ્રકલ્પોને આગળ વધારી રહ્યો છે.

રાજ્યભરમાં ભારે વરસાદથી પ્રભાવિત રસ્તાઓ અને પુલોનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છેનવા પુલોનું નિર્માણકાર્ય ચાલુ છે અને એ ઉપરાંત રાજ્ય સરકાર નવીન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા  નાગરિકોના રોજિંદા પરિવહનને સરળસુરક્ષિત અને ઝડપી બનાવવા પ્રયાસરત છે. દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા વિકાસ પ્રકલ્પો આ પ્રયાસોનાં જીવંત ઉદાહરણ છે. આ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ થકી દક્ષિણ ગુજરાતમાં વિકાસ અવિરત ગતિએ આગળ વધી રહ્યો છે. માર્ગોપુલોએપ્રોચ-બાયપાસના રૂ. 401 કરોડથી વધુના મહત્ત્વપૂર્ણ ચાર વિકાસ પ્રકલ્પો પર નજર કરીએ.

પૂર્ણા નદી પુલ: દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે સુગમ પરિવહન

નવસારી જિલ્લામાં પૂર્ણા નદીની ક્રીક પર નિર્માણ પામી રહેલો 1645 મીટર લાંબો પુલ દક્ષિણ ગુજરાતનો સૌથી લાંબો ક્રીક પુલ છે. 35 મીટરના 46 ગાળા ધરાવતો આ પુલ જલાલપોર તાલુકાના બોરસી માછીવાડથી દાંડીને જોડતા 7 કિલોમીટર લાંબા કોસ્ટલ હાઈવેની મિસિંગ લિંકને પૂર્ણ કરશે.

આ પુલ સુરતનવસારી અને વલસાડ જિલ્લાઓને સીધું જોડાણ પૂરું પાડશેજેનાથી નાગરિકોની અવરજવર સરળ બનશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.

આ પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છેજે નાગરિકોને સુગમ અને સુરક્ષિત પરિવહનની સુવિધા પૂરી પાડશે. હાલમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂ. 325 કરોડની વહીવટી મંજૂરી મળી ગઈ છે.

આ પુલ નવસારીની નવનિર્માણધીન મેડિકલ કોલેજદાંડી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલનવનિર્માણ પામનાર પી.એમ. ટેક્સટાઈલ પાર્કબોરસી (માછીવાડ) બંદરઓંજલ બંદરધોલાઈ બંદરતેમજ સુરતના ખજોદ ખાતેના સુરત ડાયમંડ બુર્સએરપોર્ટ અને ડ્રીમ સિટી સાથે સીધું જોડાણ પૂરું પાડશે.

આનાથી નાગરિકોને શિક્ષણઆરોગ્ય અને વેપારની સુવિધાઓ સુધી સરળ પહોંચ મળશેજે રાજ્ય સરકારના નાગરિક-કેન્દ્રિત આયોજનનું પ્રતીક છે. આગામી બે વર્ષમાં આ બ્રિજ અને એપ્રોચને પ્રજાજનો માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે.

ઓલપાડ બાયપાસ – ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ

સુરત જિલ્લામાં 5.78 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ઓલપાડ બાયપાસ 14 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થયો. 900 મીટર લાંબો આ બાયપાસ ઓલપાડમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરે છેજેનાથી સાહોલથી હજીરા જતાં વાહનોનું 650 મીટરનું અંતર ઘટ્યું છે.

અગાઉ દરરોજ 30,432 પી.સી.યુ. જેટલો ટ્રાફિક ઓલપાડના આંતરિક માર્ગો પરથી પસાર થતો હતોપરંતુ હવે આ બાયપાસથી શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે. આનાથી નાગરિકોને ટ્રાફિક જામ તથા પ્રદૂષણની સમસ્યાથી મુક્તિ મળી છે.

આ બાયપાસ હજીરાના એસ્સાર સ્ટીલકૃભકોરિલાયન્સએન.ટી.પી.સી.એલ એન્ડ ટીગેલ અને આઈ.ઓ.સી. જેવા 27થી વધુ ઔદ્યોગિક એકમોના હજારો કર્મચારીઓની અવરજવરને પણ સરળ અને સુરક્ષિત બનાવે છે.

કડોદ-કોસાડી પુલ – નાગરિકોની સુવિધામાં વધારો

બારડોલીવાલોડ અને વ્યારા તાલુકાને જોડતા કડોદ-કોસાડી રોડ પર 70 કરોડ રૂપિયાના ખર્ચે નવો હાઈ લેવલ બ્રિજ નિર્માણ પામી રહ્યો છે.

570 મીટર લાંબો, 13 મીટર પહોળો અને 22 મીટર ઊંચો આ પુલ ચોમાસા દરમિયાન ઉકાઈ ડેમના પાણીથી ડૂબતા જૂના પુલની સમસ્યાને દૂર કરશે.

આ પુલનો લાભ 42થી વધુ ગામોના લગભગ 9 લાખ કરતાં વધારે નાગરિકોને મળશે. જેનાથી ખેતીશિક્ષણ અને વેપાર માટે 23 કિલોમીટરનું વધારાનું અંતર ઘટશે. આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છેજે સ્થાનિક નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓ દૂર કરશે.

નવસારી જિલ્લાના નડોદ-સીમળ ગામના માર્ગ પર પ્લાસ્ટિક વેસ્ટયુક્ત ડામર રોડ બનાવાયો

નવસારી જિલ્લાના નડોદ-સીમળ ગામનો 3.40 કિમી માર્ગ પર રૂ. 1.70 કરોડના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટયુક્ત ડામર રોડ બનાવવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરી, 2025થી શરૂ થયેલી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈજેનાથી રસ્તાનું ટકાઉપણું અને પાણી પ્રતિકારકતા વધી છે. આનાથી પ્લાસ્ટિક કચરો તેમજ બાંધકામનો ખર્ચ ઘટ્યો છે. આ નવીન ટેકનોલોજી રાજ્ય સરકારના પર્યાવરણલક્ષી અભિગમ અને ખર્ચ-બચતના પ્રયાસોને દર્શાવે છે.

આ પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે સુગમસુરક્ષિત અને ઝડપી પરિવહનની સુવિધા ઊભી કરી રહ્યા છે. રાજ્ય સરકાર અને માર્ગ અને મકાન વિભાગના આયોજનબદ્ધ પ્રયાસો દ્વારા નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓ દૂર થઈ રહી છેઅને ગુજરાતનો વિકાસ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.