ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનો 2026ના Q1 ગાળાનો ચોખ્ખો નફો 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો

નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાની કામગીરી પર એક નજરઃ
- ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો
- વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી) 24.5 ટકાના માર્જિન સાથે રૂ. 457 કરોડ રહ્યો
- રિટેલ પ્રોટેક્શન એપીઈ વાર્ષિક ધોરણે 24.1 ટકા વધીને રૂ. 139 કરોડ થઈ
- ટોટલ ન્યૂ બિઝનેસ સમ એશ્યોર્ડ વાર્ષિક ધોરણે 36.3 ટકા વધીને રૂ. 3.7 લાખ કરોડ થયો
- 30જૂન, 2025ના રોજ એસેટ અંડર મેનેજમેન્ટ રૂ. 3.2 લાખ કરોડ રહી જે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 5.1 ટકાનો વધારો છે
આઈસીઆઈઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 34.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 302 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી) જે ભવિષ્યના નફાની હાલની વેલ્યુ દર્શાવે છે તે રૂ. 457 કરોડ રહી હતી જેમાં નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વીએનબી માર્જિન 24.5 ટકા રહ્યું હતું. કંપનીએ તેના વ્યાપક ડિસ્ટ્રીબ્યુશન અને વ્યાપક પ્રોડક્ટ સ્યૂટના પગલે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 8.1 ટકાની કુલ પ્રીમિયમ વૃદ્ધિ નોંધાવી હતી.
કુલ ન્યુઅલાઇઝ્ડ પ્રીમિયમ ઇક્વિલન્ટ (એપીઈ) નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1,864 કરોડ રહી હતી. કંપનીની રિટેલ ન્યૂ બિઝનેસ સમ એશ્યોર્ડ નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 31.5 ટકા વધી રૂ. 77,750 કરોડ રહી હતી. કંપનીના ગ્રાહકો દ્વારા લેવાયેલા લાઇફ કવરનો સરવાળો ગણાતી કુલ ઇન-ફોર્સ સમ એશ્યોર્ડ વાર્ષિક ધોરણે 17.1 ટકા વધીને રૂ. 41.1 લાખ કરોડ થઈ હતી.
કંપની વૈવિધ્યપૂર્ણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે જે વિવિધ ગ્રાહક વર્ગોની પસંદગી મુજબના ટચપોઇન્ટ્સ અને પ્લેટફોર્મ્સ પર તેની હાજરી સુનિશ્ચિત કરે છે. નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં એજન્સી, ડાયરેક્ટ, બેન્કેશ્યોરન્સ, પાર્ટનરશિપ ડિસ્ટ્રીબ્યુસન અને ગ્રુપ તરફથી એપીઈ યોગદાન અનુક્રમે 24.9 ટકા, 13.5 ટકા, 29.7 ટકા, 12.9 ટકા અને 18.9 ટકા રહ્યું હતું.
કોસ્ટ ટુ પ્રીમિયમ રેશિયો નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે 24.0 ટકાથી વધીને નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે 21.2 ટકા રહ્યો હતો જ્યારે સેવિંગ્સ બિઝનેસ માટે કોસ્ટ ટુ પ્રીમિયમ 16.8 ટકાથી ઘટી 14.1 ટકા રહી હતી. કંપની કોસ્ટ સ્ટ્રક્ચર પ્રોડક્ટ મિક્સ સાથે મેળ ખાય તે સુનિશ્ચિત કરવા માટે અનેક કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પહેલ હાથ ધરી રહી છે.
30 જૂન, 2025ના રોજ કંપનીની અસ્કયામતો રૂ. 3.2 લાખ કરોડ હતી. આ અમારા ગ્રાહકો દ્વારા કંપનીમાં મૂકેલા વિશ્વાસ, નવા વ્યવસાયમાં વૃદ્ધિ, મજબૂત સાતત્ય અને મજબૂત ફંડ મેનેજમેન્ટનું પરિણામ છે.
કંપનીના મજબૂત રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કને કારણે શરૂઆતથી જ કંપની ઝીરો નોન-પર્ફોર્મિંગ એસેટ્સનો રેકોર્ડ બનાવી શકી છે. 30 જૂન, 2025ના રોજ સોલ્વન્સી રેશિયો 212.3 ટકા હતો, જે નિયમનકારી જરૂરિયાતના 150 ટકા હતી.
કંપનીની ટકાઉપણા પ્રત્યેની પ્રતિબદ્ધતા એક એવી સ્થાયી સંસ્થા બનાવવાના તેના વિઝનમાં કેન્દ્રસ્થાને છે જે સંવેદનશીલતા સાથે ગ્રાહકોની સુરક્ષા અને લાંબા ગાળાની બચત જરૂરિયાતોને પૂર્ણ કરે છે. બે અગ્રણી ઇએસજી રેટિંગ એજન્સીઓ અનુસાર કંપની સૌથી વધુ રેટિંગ ધરાવતી ભારતીય ઇન્શ્યોરન્સ કંપની છે. એમએસસીઆઈ દ્વારા આપવામાં આવેલ ‘AA’ નું વર્તમાન ઇએસજી રેટિંગ કંપનીને ભારતમાં ટોચના રેટેડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક બનાવે છે.
પરિણામો પર ટિપ્પણી કરતા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી અનુપ બાગચીએ જણાવ્યું હતું કે અમારા ગ્રાહકોને અમે જે કંઈ કરીએ છીએ તેના કેન્દ્રમાં રાખવાની અમારી વ્યૂહરચના, અમારી પ્રોડક્ટ અને પ્રક્રિયાઓને સરળ બનાવવા, અમારા વિતરણ નેટવર્કને મજબૂત બનાવવા, અમારા ખર્ચ માળખાને અમારા ઉત્પાદન પોર્ટફોલિયો સાથે સંરેખિત કરવા અને વ્યવસાયિક જોખમોનું સક્રિય રીતે સંચાલન કરવાની અમારી વ્યૂહરચના અનુસાર, અમારું નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાનું પ્રદર્શન અમારા વ્યવસાય મોડેલની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. અમારો નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો હતો અને અમારી વીએનબી 24.5 ટકાના માર્જિન સાથે રૂ. 457 કરોડ રહી હતી.
અમારા વ્યાપક વિતરણ અને વ્યાપક પ્રોડક્ટ સ્યુટના કારણે અમે નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિગ ગાળામાં વાર્ષિક ધોરણે 8.1 ટકાની કુલ પ્રીમિયમ વૃદ્ધિ નોંધાવી છે. સુરક્ષા અમારી વ્યવસાય વ્યૂહરચનાના કેન્દ્રમાં રહે છે અને અમે અમારા રિટેલ પ્રોટેક્શન બિઝનેસમાં વાર્ષિક ધોરણે 24.1 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. વધુમાં, અમારી ટોટલ ન્યૂ બિઝનેસ સમ એશ્યોર્ડમાં સમાન સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 36.3 ટકાનો વધારો થયો છે.
અમારા ગ્રાહક કેન્દ્રિત અભિગમના પરિણામે બિઝનેસની સેવિંગ્સ લાઇન માટે અમારી 54 ટકા પોલિસીઓ એક જ દિવસે જારી કરવામાં આવી હતી. અમારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો 99.6 ટકા છે, જેમાં નોન-ઇન્વેસ્ટિગેટિવ ઇન્ડિવિડ્યુઅલ ડેથ ક્લેઇમ્સ માટે સરેરાશ 1.1 દિવસનો ટર્નઅરાઉન્ડ સમય છે, જે પારદર્શકતા અને વિશ્વસનીયતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
નોંધપાત્ર રીતે અમારી કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પહેલના પરિણામોને કારણે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં બિઝનેસની સેવિંગ્સ લાઇન માટે અમારી કોસ્ટ-ટુ-પ્રીમિયમ 270 બેસિસ પોઇન્ટ્સ વધીને 14.1 ટકા થઈ હતી.
રિસ્ક મેનેજમેન્ટ એ વ્યવસાય પ્રત્યેના અમારા અભિગમનો એક અભિન્ન ભાગ છે, જેમાં યોગ્ય વેચાણ, સોર્સિંગ અને ઓનબોર્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જે અમારા મજબૂત સોલ્વન્સી રેશિયો દ્વારા પ્રતિબિંબિત થાય છે જે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 212.3 ટકા હતો અને શરૂઆતથી ઝીરો એનપીએ હતી. અમારો 13મા મહિનાનો પર્સિસ્ટન્સી રેશિયો નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 86 ટકા હતો, જે અમારા વ્યવસાયની ગુણવત્તાનું ઉદાહરણ છે.
અમે અમારી શક્તિઓ, ગ્રાહક કેન્દ્રિતતા, પ્રોડક્ટ લીડરશિપ, વ્યાપક વિતરણ નેટવર્ક અને વ્યવસાયિક શ્રેષ્ઠતા પર કામ કરવાનું ચાલુ રાખીશું, જે લોકોનો સમૂહ બનાવીને, ડિજિટલાઇઝેશન અને વિશ્લેષણ દ્વારા સહાયિત છે જે અમને સંપૂર્ણ વીએનબી વિકસાવવાના અમારા મુખ્ય ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.