Western Times News

Gujarati News

રાષ્ટ્રીય કોન્સફરન્સમાં સરડોઈના શિક્ષણવિદ્દનું સન્માન    

મોડાસા: મોડાસા તાલુકાના સરડોઈ ગામના જાણીતા શિક્ષણવિદ્દ -રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોતીભાઈ ભગવાનભાઈ નાયકે 27મી જાન્યુઆરી ના રોજ મહેસાણા -મોટીદાઉ ઉત્કર્ષ વિદ્યાલય ખાતે 7સ્કીલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય શૈક્ષણિક કોન્સફરન્સ માં પ્રયોગશીલ -તજજ્ઞ શિક્ષક તરીકેની વિશેષ ભૂમિકા અદા કરી નૂતન શિક્ષણ પ્રણાલીમાં નવીનીકરણ અંતર્ગત સંશોધન કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કોલકત્તા, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતનાં અનેક રાજ્યોના રાષ્ટ્રીય શિક્ષકોના સંશોધિત પેપરો બાબતે વિશેષ માર્ગદર્શન પૂરું પાડતાં આ સંસ્થાના ચેરમેન પ્રવીણભાઈ માલી, સંયોજક ડૉ. ભાવેશભાઈ પંડ્યા, ચેતનભાઈ પટેલ -સૃષ્ટિ, સિધ્ધરામ મશાલે -મહારાષ્ટ્ર, રાણીભવાની-  કોલકત્તા સહિતના મહાનુભાવો એ નાયકને સન્માનપત્ર, સ્મૃતીચંદ્રક, પુષ્પગુચ્છ અર્પણ કરી બહુમાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.