GTU Ventures અને CAAS Ventures વચ્ચે MoU સાઇન કરવામાં આવ્યા

સ્ટાર્ટઅપ્સ અને પોતાની પ્રોડક્ટ તથા સર્વિસ માર્કેટમાં સફળતાપૂર્વક લઈ જવા માટે GTU Ventures અને CAAS Ventures (Idea Roast) વચ્ચે એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા
Ahmedabad, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા સ્ટાર્ટઅપ્સને પોતાની પ્રોડક્ટ અને સર્વિસ માર્કેટ સુધી પહોંચાડવા માટે અને વિદ્યાર્થી, ઉદ્યોગ સાહસિકોમાં નવા વિચારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ ઇનોવેશન સેલ જી.ટી.યુ. વેન્ચર્સ અને કાસ વેન્ચર્સ નેટવર્ક (આઈડિયા રોસ્ટ) વચ્ચે તા. ૦૮ જુલાઈના રોજ અટલ ઇન્કયુબેશન સેન્ટર ખાતે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ એમઓયુ અંતર્ગત GTU દ્વારા GTM (ગો-ટુ-માર્કેટ) ફોકસ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે, વિષય નિષ્ણાતો દ્વારા ક્લોઝડ-ડોર મેન્ટોરશીપ આપવામાં આવશે, G.T.M. પિચ ડેક તૈયાર કરવામાં માર્ગદર્શન આપવામાં આવશે તેમજ સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન માટેનો સપોર્ટ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, આવનાર સમયમાં અનેક નવીનતમ પહેલ પણ અમલમાં લાવવામાં આવશે.