ભારતની ફાર્મા કંપનીઓ પર ટેરિફનો કોરડો ઝીંકાશેઃ 200 ટકા સુધી વધી શકે છે ટેરિફ

નવી દિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિને પ્રોત્સાહન આપવા હવે ફાર્મા કંપનીઓના ઉત્પાદન પર ભારે ભરખમ ટેક્ષ ઝીંકવાની યોજના બનાવી રહયા છે.
તેમનો ઇરાદો એ છે કે અમેરિકામાં દવાઓનું ઉત્પાદન વધારવા તથા આયાતની નિર્ભરતા ઘટાડવાનો છે. આ ભારે ટેરિફનો અમલ ૧ ઓગષ્ટથી અમલ મૂકવામાં આવશે. સેમીકંડકટર એટલે કે કોમ્પ્યુટર ચિપ્સ ઉપર પણ ટેરિફનો કોરડો ઝીંકવાનું એલાન કર્યુ છે. ટ્રમ્પ ફાર્મા ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે,
શરૂઆતમાં ઓછા અને એક વર્ષમાં ડ્યુટી ૨૦૦% સુધી વધશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આ મહિનાના અંત સુધીમાં દવાઓ (ફાર્માસ્યુટિકલ્સ) પર આયાત ડ્યુટી (ટેરિફ) લાદવા જઈ રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે આ ટેરિફ શરૂઆતમાં ઓછો હશે પરંતુ પછીથી ૨૦૦ ટકા સુધી વધી શકે છે.ટ્રમ્પે કહ્યું કે ફાર્માસ્યુટિકલ કંપનીઓને પહેલા એક વર્ષનો સમય આપવામાં આવશે જેથી તેઓ તેમનું ઉત્પાદન અમેરિકા પાછું લાવી શકે.
આ પછી, ટેરિફમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. આ ટેરિફ ૧ ઓગસ્ટથી અમલમાં આવનારી અન્ય ડ્યુટીઓ સાથે લાદવામાં આવશે. પિટ્સબર્ગથી વોશિંગ્ટન પરત ફર્યા બાદ, ટ્રમ્પે પત્રકારોને કહ્યું, ‘અમે પહેલા ઓછો ટેક્સ લાદીશું. અમે ફાર્માસ્યુટિકલ કંપનીઓને અમેરિકામાં તેમની ફેક્ટરીઓ બનાવવા માટે એક વર્ષનો સમય આપીશું.
આ પછી, ટેક્સમાં ઘણો વધારો કરવામાં આવશે.’ ટ્રમ્પે સેમિકન્ડક્ટર એટલે કે કમ્પ્યુટર ચિપ્સ પર ટેરિફ લાદવાની યોજના વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે ચિપ્સ પર ટેરિફ લાદવું દવાઓ કરતાં સરળ છે, પરંતુ તેમણે હજુ સુધી તેના વિશે વધુ માહિતી શેર કરી નથી. ટ્રમ્પે અગાઉની કેબિનેટ બેઠકમાં એમ પણ કહ્યું હતું કે તેઓ આગામી અઠવાડિયામાં કોપર પર ૫૦ ટકા ટેરિફ લાદશે. તેમનો ઉદ્દેશ્ય અમેરિકન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અને દેશમાં ઉત્પાદન વધારવાનો છે.