નવી દિલ્હીમાં નિતિન ગડકરી સાથે મુલાકાત કરી દિલીપ સંઘાણીએ શું ચર્ચા કરી?

ગુજરાતની સડક અને પરિવહન વિકાસથી પ્રભાવીત નવિ દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરી-દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલાકાત નેશનલ કોરીડોરનો વિશાળ લાભ ગુજરાતને
અમદાવાદ, સમગ્ર દેશની સડક અને પરિવહન યોજનાઓમાં ગુજરાત અગ્રેસર રીતે જોડાયેલ છે, નેશનલ કોરીડોર નો વિશાળ લાભ ગુજરાત મેળવી રહેલ છે અને તેથી વિકાસમા ગુજરાત અવલ્લ છે એવા ગુજરાતના વિકાસ થી સૌ કોઈ પ્રભાવિત છે તેમ આજરોજ નવિ દિલ્હી ખાતે કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સાથે શુભેચ્છા મૂલાકાતે પહોચેલા એનસીયુઆઈ, ઈફકો, અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી સાથેની મૂલાકાતમા જણાવેલ હતું.
મુલાકાત દરમિયાન શ્રી સંઘાણીએ ગુજરાતના વિકાસમા માર્ગ ક્ષમતા અને તેના દ્રારા કૃષિ પરિવહન પ્રવૃતિઓ સાથે કોઓપરેટિવ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા કાર્યો વિશે વિગતો આપી હતી. તેમણે કૃષિ ઉત્પાદકોના હિતમાં લેવાતા પગલા, ખાતર-બિજ ના વિતરણ વ્યવસ્થા તેમજ ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડત લાભ કેવી રીતે વધારવો તે અંગે ચર્ચા કરી હતી.
શ્રી ગડકરીએ શ્રી સંઘાણીને ભારતના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે તેમજ સહકારી ચળવળના મજબુતીકરણ માટેના યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા અને ભાવિ યોજનાઓ માટે સહયોગની ખાતરી ઉચ્ચારી હતી તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.