યુએસના અલાસ્કામાં આવ્યો ૭.૩ની તીવ્રતાનો વિનાશકારી ભૂંકપ

અલાસ્કા,વિશ્વમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. અમેરિકાના અલાસ્કા દ્વીપકલ્પમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૩ની માપવામાં આવી છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ ભૂકંપના અલાસ્કા દ્વીપકલ્પના વચ્ચે આવેલા પોપોફ દ્વીપ પર સેન્ડ પોઇન્ટપાસે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદ દરિયામાં આશરે ૩૬ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. મહત્વની વાત એ છે કે, આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે, અલાસ્કામાં અત્યારે સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે.
અલાસ્કામાં આવેલો ભૂકંપ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૨.૭ વાગ્યે આવ્યો હતો. જે અમેરિકાના સમય પ્રમાણે વાત કરવામાં આવે તો, બપોર ૧૨.૩૦ વાગ્યો આવ્યો હતો.
અમેરિકામાં ભરબપોરે જોકદાર ભૂકંપ આવ્યો હોવાથી લોકો ડરીને ઘરની બહાર આવી ગયાં હતાં. મિશિગન ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ આપેલી વિગતો પ્રમાણે ૭થી ૮ થી તીવ્રતાનો ભૂકંપ વિનાશકારી અને ભારે તબાહી મચાવે તેવો સાબિત થયાં છે. એટલા માટે અલાસ્કા દ્વીપના આસપાસના વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
ભૂકંપ આવ્યાંના એક કલાક પછી ચેતવણીને એલર્ટમાં બદલી નાખવામાં આવી હતી અને લોકોને સતર્ક રહેવા અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો. અલાસ્કાના હવામાનશાસ્ત્રીઓ અને યુએસ ભૂકંપશાસ્ત્રીઓ હજુ પણ સંભવિત જોખમનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ મામલે અમેરિકન જીઓલોજિકલ સર્વેના અહેવાલ પ્રમાણે છીછરા ઊંડાણો પર થતા ભૂકંપ વધુ ખતરનાક હોય છે. કારણ કે છીછરા ઊંડાણો પર થતા ભૂકંપના તરંગો ધરતી સુધી ખૂબ જ ઝડપથી પહોંચે છે, જેના કારણે ધરતી વધુ ધ્›જે છે અને રસ્તાઓમાં તિરાડો પડવાનું અને ઇમારતો ધરાશાયી થવાનું જોખમ વધે છે.
અમેરિકન જીઓલોજિકલ સર્વે પ્રમાણે અલાસ્કાના સેન્ડ પોઇન્ટમાં આવેલ ભૂકંપ પેસિફિક અને ઉત્તર અમેરિકા પ્લેટો વચ્ચેના સબડક્શન ઝોન ઇન્ટરફેસ પર અથવા તેની નજીક થ્રસ્ટ ફોલ્ટિંગને કારણે થયો હોવાનું અનુમાન છે.
જે બાબતે અત્યારે પણ તપાસ ચાલી રહી છે. આ ભૂકંપ સુનામીનું કારણ બની શકે તેમ છે તેના માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અલાસ્કા-એલ્યુશિયન સબડક્શન સિસ્ટમએ ભૂકંપની સૌથી વધારે એક્ટિવ સિસ્ટમ છે.
આ સિસ્ટમ પાસે આવેલા કુલ ૧૩૦ જ્વાળામુખી કેન્દ્ર પણ આવેલા છે. જેથી ખતરો વધારે વધી જાય છે. અમેરિકના ત્રીજા ભારના જ્વાળામુખી આ વિસ્તારમાં આવેલા છે. અત્યારે અહીં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાથી ખતરો વધારે વધી ગયો છે.SS1MS